AMR danger in Gujarat: સાવધાન! જો તમે પણ એન્ટિબાયોટિક્સનો અધૂરો કોર્સ છોડો છો, તો મોતને આપી રહ્યા છો આમંત્રણ
AMR danger in Gujarat: ગુજરાતમાં એન્ટિબાયોટિક્સનો અધૂરો કોર્સ જીવલેણ બની રહ્યો છે. સૌરાષ્ટ્રમાં AMR નો ખતરો વધ્યો. સામાન્ય ઈન્ફેક્શનમાં દવાઓ બેઅસર સાબિત થઈ રહી છે. જાણો કેવી રીતે આ નાની ભૂલ તમારો જીવ લઈ શકે છે.
નાની સરખી ભૂલ તમને મોતના મુખમાં ધકેલી રહી છે. ડૉક્ટરે લખી આપેલી દવાનો ડૉઝ પૂરો ન કરવાની આદતને કારણે રોગના બેક્ટેરિયા દવાની સામે લડવાની રાક્ષસી તાકાત મેળવી લે છે. ત્યારબાદ તેના પર કોઈ પણ દવાની અસર થતી નથી.
AMR danger in Gujarat: શું તમને પણ તાવ કે ઇન્ફેક્શન આવે ત્યારે બે દિવસ દવા લઈને, સારું લાગે એટલે દવાનો કોર્સ અધૂરો છોડી દેવાની આદત છે? જો હા, તો તમારે હવે ચેતી જવાની જરૂર છે. વર્ષ 2025 ના લેટેસ્ટ તબીબી ટ્રેન્ડ અને નિષ્ણાતોના મતે, આ નાની સરખી ભૂલ તમને મોતના મુખમાં ધકેલી રહી છે. ડૉક્ટરે લખી આપેલી દવાનો ડૉઝ પૂરો ન કરવાની આદતને કારણે રોગના બેક્ટેરિયા દવાની સામે લડવાની રાક્ષસી તાકાત મેળવી લે છે. ત્યારબાદ તેના પર કોઈ પણ દવાની અસર થતી નથી.
દર્દી ન ઘરનો ન ઘાટનો: શું કહે છે નિષ્ણાતો?
ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલના પ્રમુખે આ બાબતે ગંભીર ચેતવણી આપી છે. તેમના જણાવ્યા અનુસાર, જ્યારે દર્દી દવાનો કોર્સ અધૂરો છોડે છે, ત્યારે નબળા બેક્ટેરિયા તો મરી જાય છે, પરંતુ અડધા જીવતા રહેલા બેક્ટેરિયા શક્તિશાળી બની જાય છે. તેઓ એન્ટિબાયોટિક સામે લડવાની તાકાત કેળવી લે છે. પરિણામે ભવિષ્યમાં જ્યારે દર્દીને સામાન્ય ન્યુમોનિયા કે યુરિન ઈન્ફેક્શન થાય, ત્યારે દુનિયાની મોંઘામાં મોંઘી દવા પણ તેને બચાવી શકતી નથી.
ડૉક્ટરો અને મેડિકલ સ્ટોર્સની પણ બેદરકારી
હાલના સમયમાં તબીબી ક્ષેત્રે એક ચિંતાજનક ટ્રેન્ડ શરૂ થયો છે. કેટલાક જનરલ ફિઝિશિયન્સ દર્દીને રાતોરાત સાજો કરી દેવાના ભ્રમમાં સામાન્ય બીમારીમાં પણ સીધી ‘4th જનરેશન' એન્ટિબાયોટિક્સ આપી દે છે. આ ઉપરાંત, મેડિકલ સ્ટોર્સ પરથી ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના જનતા દ્વારા આડેધડ લેવામાં આવતી ઓવર-ધ-કાઉન્ટર દવાઓ આ 'સાયલન્ટ કિલર' ને વધુ મજબૂત બનાવી રહી છે.
રાજકોટ અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ: 10 થી વધુ દવાઓ ફેલ
ગુજરાતના રાજકોટ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં લેબોરેટરી રિપોર્ટ્સમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. દર્દીઓના લોહી, પેશાબ અને પરુના સેમ્પલમાં એન્ટિ માઇક્રોબિયલ રેજિસ્ટન્સ (AMR) એટલે કે મલ્ટી-ડ્રગ રેજિસ્ટન્સના કેસો ખૂબ જ વધી ગયા છે. રિપોર્ટ દર્શાવે છે કે બેક્ટેરિયા એટલા ખતરનાક બની ગયા છે કે તે એકસાથે 10 થી વધુ દવાઓની અસરને ચપટીમાં ખતમ કરી દે છે. અગાઉ જે રોગો સરળતાથી મટી જતા, તેમાં હવે સ્ટાન્ડર્ડ દવાઓ કામ નથી કરતી. ભવિષ્યમાં સિઝેરિયન કે સામાન્ય ઓપરેશન પછી થતા ઈન્ફેક્શનમાં દર્દીઓ સીધા મોતના મુખમાં ધકેલાઈ શકે છે.
અજેય બની રહેલા આ ખતરનાક બેક્ટેરિયા અને નિષ્ફળ ગયેલી દવાઓ:
E. coli (યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન - UTI):
અસર: કિડનીનું ઈન્ફેક્શન, પેટના રોગો અને પેશાબનો ગંભીર ચેપ.
કઈ દવાઓ ફેલ: Levofloxacin, Ciprofloxacin, અને Ampicillin જેવી દવાઓ હવે કામ કરતી નથી. જો ઈન્ફેક્શન ન મટે તો અંગો ફેલ થઈ શકે છે.
કઈ દવાઓ ફેલ: Penicillin, Amoxicillin, અને Cefazolin. સામાન્ય ઘા પણ ન મટવાથી લોહીમાં ઝેર ફેલાઈને દર્દીનું મોત નિશ્ચિત બની શકે છે.
Klebsiella pneumoniae (ફેફસાંનો જીવલેણ રોગ):
અસર: શ્વાસ લેવામાં તકલીફ, ફેફસાં ક્ષીણ થવા અને ગંભીર ન્યુમોનિયા.
કઈ દવાઓ ફેલ: જેને મેડિકલ સાયન્સમાં 'બ્રહ્માસ્ત્ર' માનવામાં આવતી હતી તેવી Ceftriaxone અને Cefotaxime સામે પણ આ બેક્ટેરિયા અડીખમ છે. શ્વાસ રુંધાવાથી દર્દીનું મોત થઈ શકે છે.
એન્ટિબાયોટિક્સ દવાઓ જીવન રક્ષક છે, પણ તેનો અધૂરો કે આડેધડ ઉપયોગ તમારા જ જીવનો દુશ્મન બની શકે છે. ડૉક્ટરે જેટલા દિવસની દવા આપી હોય, તેટલા દિવસ પૂરો કોર્સ કરવો અત્યંત જરૂરી છે. જો આજના સમયમાં આ નાની બાબતનું ધ્યાન નહીં રખાય, તો આવનારો સમય મેડિકલ સાયન્સ અને દર્દીઓ બંને માટે અત્યંત ભયાવહ સાબિત થશે.