રસોડામાં રસોઈ બનાવવા માટે ઉપયોગમાં લેવાતો ગેસ સ્ટોવ આપણા સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના તાજેતરના રિસર્ચમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે ગેસ સ્ટોવમાંથી બેન્ઝીન નામની ઝેરી ગેસ ઉત્સર્જિત થાય છે, જે કેન્સર જેવા ગંભીર રોગોનું જોખમ વધારી શકે છે. આ અદૃશ્ય ખતરો આપણા રસોડામાં છુપાયેલો છે, અને તેનાથી બચવા માટે જાગૃતિ અને સાવચેતીની જરૂર છે.