શરીરની જેમ મગજને સ્વસ્થ રાખવા માટે પણ વિટામિન્સની આવશ્યકતા હોય છે. મગજના સ્વાસ્થ્ય માટે અનેક વિટામિન્સ જરૂરી છે, પરંતુ તેમાંથી સૌથી અગત્યનું છે વિટામિન B12. આ વિટામિનની ઉણપ શરીરમાં ઘણા જોખમી રોગોનું કારણ બની શકે છે. વિટામિન B12નો અભાવ નર્વસ સિસ્ટમ અને મગજ પર નકારાત્મક અસર કરે છે. જ્યારે શરીરમાં આ વિટામિનનું પ્રમાણ ઘટે છે, ત્યારે લાલ રક્તકણોની સંખ્યા ઘટવા લાગે છે. આવી સ્થિતિમાં, યાદશક્તિ ગુમાવવાની બીમારી અને ડિમેન્શિયાનું જોખમ ઉંમર સાથે વધતું જાય છે. વિટામિન B12ની કમીથી હાડકાં અને સાંધામાં દુખાવો થઈ શકે છે. આવા લોકોમાં એનિમિયાની સમસ્યા પણ વધી જાય છે. તેથી, વિટામિન B12ની કમીને ક્યારેય નજરઅંદાજ ન કરવી જોઈએ.