માનવ શરીરમાં 60 ટકા પાણી હોય છે અને તે તેના દૈનિક કાર્ય માટે જરૂરી છે. તમારા શરીરમાં પરસેવો, પેશાબ અને શ્વાસ દ્વારા પાણી ઓછું થાય છે. શરીરમાંથી ઘણું પાણી નીકળી જાય છે, તેથી શરીરમાં પ્રવાહીનું લેવલ ફરી ભરવા માટે પાણી પીવું મહત્વપૂર્ણ છે. આમ ન કરવાથી શરીર ડિહાઇડ્રેટેડ થઈ શકે છે જેની સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. જોકે, દિવસમાં કેટલું પાણી પીવું જોઈએ તે અંગે લોકોમાં હજુ પણ ઘણી મૂંઝવણ છે, તો ચાલો અમે તમને જણાવીએ.

