kidney failure: કિડની આપણા શરીરનું એક મહત્વનું અંગ છે, જે લોહીને શુદ્ધ કરીને પેશાબ બનાવે છે અને બ્લડ પ્રેશર તેમજ હોર્મોન્સનું નિયંત્રણ કરે છે. જો બંને કિડની સંપૂર્ણપણે ખરાબ થઈ જાય, તો શરીર ઝેરી તત્વો અને વધારાનું પાણી બહાર કાઢી શકતું નથી. આ સ્થિતિને યૂરેમિયા કહેવાય છે. નિષ્ણાતોના મતે, જો કોઈ વ્યક્તિની બંને કિડની નિષ્ફળ જાય અને સારવાર ન લેવામાં આવે, તો તે થોડા દિવસથી લઈને 2-3 અઠવાડિયા સુધી જીવી શકે છે. આ સમયગાળો વ્યક્તિની ઉંમર, શારીરિક સ્થિતિ અને કિડની ફેલ થવાની ઝડપ પર આધાર રાખે છે.

