Diabetes Care Tipes: દેશમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. ICMR ના એક અભ્યાસ મુજબ, 2019 માં 7 કરોડ લોકો ડાયાબિટીસથી પીડિત હતા. જ્યારે હાલમાં આ સંખ્યા વધીને ૧૦.૧ કરોડ થઈ ગઈ છે. ICMR ના આ રિપોર્ટ મુજબ, દેશની વસ્તીના ઓછામાં ઓછા 15.3 ટકા એટલે કે 13.6 કરોડ લોકો પ્રી-ડાયાબિટીસ કેટેગરીમાં છે, જેનો અર્થ એ છે કે તેઓ ટૂંક સમયમાં ડાયાબિટીસનો શિકાર બની શકે છે. આ સર્વેમાં 20 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ અભ્યાસ યુકેના મેડિકલ જર્નલ 'લેસેન્ટ' માં પ્રકાશિત થયો છે. કેટલાક વિકસિત રાજ્યોમાં આ સંખ્યા સ્થિર છે જ્યારે અન્ય રાજ્યોમાં તે ઝડપથી વધી રહી છે જે ચિંતાનો વિષય છે.