New age parenting tips: બાળકોને માર્ક્સની રેસમાં ન દોડાવો! જાણો ન્યૂ-એજ પેરેન્ટિંગના 5 સૌથી જરૂરી નિયમો
New age parenting tips: શું તમારું બાળક પણ માર્ક્સ અને રેન્કની રેસમાં સ્ટ્રેસ અનુભવે છે? જાણો લેટેસ્ટ ન્યૂ-એજ પેરેન્ટિંગના 5 ગોલ્ડન રૂલ્સ, જે બાળકના ભવિષ્યને ઉજ્જવળ, ખુશહાલ અને તણાવમુક્ત બનાવશે.
દરેક બાળક અલગ હોય છે અને તેની શીખવાની ગતિ પણ અલગ હોય છે. જો તમે ઇચ્છતા હોવ કે તમારું બાળક ભવિષ્યમાં માત્ર એક મશીન ન બને પરંતુ એક ખુશ અને આત્મવિશ્વાસુ માણસ બને, તો તમારે ન્યૂ-એજ પેરેન્ટિંગના આ 5 નિયમો ખાસ જાણવા જોઈએ
New age parenting tips: આજના સ્પર્ધાત્મક યુગમાં બાળકોના ભણતર અને તેમના માર્ક્સને લઈને માતા-પિતામાં ઘણી ચિંતા જોવા મળે છે. નાની ઉંમરથી જ ક્લાસમાં ફર્સ્ટ આવવાની અને બીજા કરતા સારું કરવાની અપેક્ષા બાળકો માટે સ્ટ્રેસનું કારણ બની જાય છે. પેરેન્ટ્સની આ વધારે પડતી અપેક્ષાઓના કારણે બાળકને એવું લાગવા માંડે છે કે તેની સાચી કિંમત માત્ર તેના માર્ક્સથી જ નક્કી થાય છે. પરંતુ, આજના લેટેસ્ટ 'ન્યૂ-એજ પેરેન્ટિંગ'ના નિયમો કંઈક અલગ જ કહે છે.
દરેક બાળક અલગ હોય છે અને તેની શીખવાની ગતિ પણ અલગ હોય છે. જો તમે ઇચ્છતા હોવ કે તમારું બાળક ભવિષ્યમાં માત્ર એક મશીન ન બને પરંતુ એક ખુશ અને આત્મવિશ્વાસુ માણસ બને, તો તમારે ન્યૂ-એજ પેરેન્ટિંગના આ 5 નિયમો ખાસ જાણવા જોઈએ:
1. માર્ક્સ કે રેન્ક પરથી બાળકને જજ ન કરો
ઘણીવાર એવું બને છે કે બાળક પરીક્ષામાં સારા માર્ક્સ લાવે, છતાં માતા-પિતા તેને પૂછે છે કે, "તું ફર્સ્ટ કેમ ન આવ્યો?" ઉદાહરણ તરીકે, જો બાળકને 20 માંથી 18 માર્ક્સ મળ્યા હોય, તો તેના વખાણ કરવાને બદલે તેને ટોણો મારવામાં આવે છે. આવું વારંવાર સાંભળવાથી બાળકમાં એવો ડર બેસી જાય છે કે તેની મહેનતની કોઈ કિંમત નથી. તેનાથી તેનો સેલ્ફ-કોન્ફિડન્સ તૂટી જાય છે. બાળકને માર્ક્સથી જજ કરવાને બદલે તેની મહેનતની કદર કરો.
2. હેલ્ધી કોમ્પિટિશન માટે પ્રેરિત કરો
બાળકો વચ્ચે થોડી સ્પર્ધા હોવી સારી વાત છે, કારણ કે તેનાથી તેઓ વધુ મહેનત કરવા પ્રેરાય છે. પરંતુ મુશ્કેલી ત્યારે શરૂ થાય છે જ્યારે બાળક દર વખતે બીજાને હરાવવા વિશે જ વિચારવા લાગે છે. માતા-પિતા તરીકે તમારે બાળકને એ સમજાવવું જોઈએ કે સ્પર્ધા કોઈને નીચા દેખાડવા માટે નહીં, પરંતુ ગઈકાલ કરતા પોતાની જાતને આજે વધુ બહેતર બનાવવા માટે હોવી જોઈએ.
3. જીતવા કરતા સંસ્કાર અને પોતાની જાતે કામ કરતા શીખવો
બાળક હંમેશા જીતે તે જરૂરી નથી. એક સ્કૂલના સ્પોર્ટ્સ ડે ની ઘટના આ વાતનું બેસ્ટ ઉદાહરણ છે. રેસમાં બાળકને દોડીને પાણીની બોટલ ઉપાડીને પાછું આવવાનું હતું. બાળકે પોતાની પસંદની ભૂરી બોટલ ઉપાડી, પણ રસ્તામાં તે પોતાની બહેનને ગમતી ગુલાબી બોટલ લેવા માટે રોકાઈ ગયો. આ કારણે તે રેસ હારી ગયો, પરંતુ પોતાની બહેન વિશે વિચારવાની તેની આ ભાવના કોઈપણ જીત કરતા મોટી હતી. બાળકોમાં આવા સંસ્કાર અને સહાનુભૂતિ કેળવવી ખૂબ જ જરૂરી છે.
4. માર્કશીટ નહીં, બાળકની અસલી કાબેલિયત ઓળખો
જો કોઈ બાળક દોડવામાં ચેમ્પિયન છે, તો એ જરૂરી નથી કે તે ડ્રોઇંગમાં પણ સારું હોય. એ જ રીતે, કોઈ બાળક ભણવામાં સામાન્ય હોઈ શકે છે, પરંતુ તે રમતગમત, સંગીત, કળા કે અન્ય કોઈ એક્ટિવિટીમાં કમાલ કરી શકે છે. બાળકોને માત્ર તેમની માર્કશીટના આધારે જજ ન કરો. દરેક બાળકને ફર્સ્ટ આવવું જરૂરી નથી, પણ તેને પોતાની અંદર છુપાયેલી ખાસિયતો ઓળખીને તેના પર ભરોસો કરતા શીખવવું જરૂરી છે.
5. બાળકની વાત ધ્યાનથી સાંભળો અને યોગ્ય ઉકેલ આપો
દરેક બાળકની પસંદ, વિચારવાની રીત અને શીખવાની પદ્ધતિ અલગ હોય છે. સ્કૂલેથી આવ્યા પછી બાળકને માત્ર એટલું જ ન પૂછો કે "કેટલા માર્ક્સ આવ્યા?" તેને પૂછો કે, "આજે ભણવામાં શું મજા આવી?", "કોઈ વિષયમાં તકલીફ તો નથી પડી ને?" જ્યારે તમે બાળકને પોતાની વાત ખુલીને કહેવાનો મોકો આપો છો, ત્યારે તે તમારી સાથે પોતાની સમસ્યાઓ સરળતાથી શેર કરી શકે છે.
બાળકોનું બાળપણ એ કોઈ માર્ક્સ કે રેન્કની રેસ નથી. દરેક બાળકમાં કોઈને કોઈ ખાસ ખૂબી હોય જ છે. માતા-પિતા તરીકે બાળકની સરખામણી બીજાના બાળકો સાથે કરવાનું આજે જ બંધ કરો. ક્લાસમાં ફર્સ્ટ આવવા કરતા વધુ અગત્યનું એ છે કે તમારું બાળક અંદરથી ખુશ રહે, મેન્ટલી સ્ટ્રોંગ બને અને ભવિષ્યમાં એક સારો માણસ બને. આ જ સાચા અર્થમાં ન્યૂ-એજ પેરેન્ટિંગની જીત છે.