Lip Care: હોઠની સ્કિન ખૂબ જ પાતળી હોય છે તેથી તેના પર શિયાળાની શુષ્ક હવાની અસર પણ તરત જ જોવા મળે છે. ફાટેલા હોઠ ડ્રાય થઇ જાય છે અને દેખાવમાં પણ સારા નથી લાગતાં. આ ઉપરાંત તેમાંથી લોહી પણ નીકળવા લાગે છે. આ ઉપરાંત હોઠ ચાટતાં રહેવાથી અથવા તો હોઠને પૂરતું મોઇશ્ચર ન મળે તો પણ હોઠ ડ્રાય (Dry Lips) થવા લાગે છે. તેવામાં અહીં જાણો કે કઇ રીતે તમે હોઠની ડ્રાયનેસથી છૂટકારો મેળવી શકો છો અને કયા ઘરેલુ ઉપાય હોઠને મુલાયમ બનાવવા માટે અસરકારક છે.