ગરમીનો પારો ચઢતાં ડિહાઇડ્રેશન, ત્વચાની સમસ્યાઓ, આંખોની તકલીફો, એલર્જી, અસ્થમા અને હાઈ બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓ સામે આવે છે. આ ઉપરાંત, ફૂડ પોઈઝનિંગ એક મોટી ચિંતાનો વિષય બની રહે છે, ખાસ કરીને બહારનું ખાણું ખાવાથી. આવી સ્થિતિમાં ઘણા લોકોને સમજાતું નથી કે શું કરવું. પરંતુ આયુર્વેદિક ઉપાયો આ સમસ્યાને દૂર કરવામાં મદદરૂપ થઈ શકે છે. ચાલો જાણીએ આ ઉપચારો અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો.