Maithili Thakur Earning: દેશની લોકપ્રિય યુવા ગાયિકા મૈથિલી ઠાકુરના કરિયરમાં એક મોટો વળાંક આવ્યો છે. સંગીતની દુનિયામાં કરોડોની કમાણી કરનાર મૈથિલી હવે રાજનીતિના મેદાનમાં ઉતરી છે અને બિહારની સૌથી યુવા ધારાસભ્ય બનવા માટે તૈયાર છે. તેમણે બિહાર વિધાનસભા ચૂંટણી 2025માં અલીનગર બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે શાનદાર જીત મેળવી છે.

