IMD weather forecast : ગુજરાતથી લઈને યુપી સુધી મેઘતાંડવની ચેતવણી, IMDએ દેશના 22 રાજ્યોમાં રેડ-ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું | Moneycontrol Gujarati
Get App

IMD weather forecast : ગુજરાતથી લઈને યુપી સુધી મેઘતાંડવની ચેતવણી, IMDએ દેશના 22 રાજ્યોમાં રેડ-ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું

8 જુલાઈ હવામાન અપડેટ: ચોમાસાએ સ્પીડ પકડી! IMD દ્વારા ગુજરાત, યુપી અને મહારાષ્ટ્ર સહિત દેશના 22 રાજ્યોમાં ભારે વરસાદનું રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર. જાણો તમારા વિસ્તારનું હવામાન.

અપડેટેડ 10:42:11 AM Jul 08, 2026 પર
Story continues below Advertisement
IMD એ આજે એટલે કે 8 જુલાઈએ ગુજરાત, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડ સહિત દેશના 22 રાજ્યોમાં ભારેથી અત્યંત ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી આપી છે.

IMD weather forecast : દક્ષિણ-પશ્ચિમ ચોમાસાએ હવે સમગ્ર દેશમાં પોતાની સ્પીડ વધારી દીધી છે. ભારતીય હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, ચોમાસું હવે ઉત્તર અરબી સમુદ્ર, ગુજરાતના બાકી રહેલા ભાગો તેમજ રાજસ્થાન અને હરિયાણાના કેટલાક વિસ્તારોમાં આગળ વધી ચૂક્યું છે. હવામાન નિષ્ણાતોનું માનવું છે કે આગામી 2 થી 3 દિવસમાં ચોમાસું પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને અરબી સમુદ્રના બાકીના હિસ્સાઓને કવર કરીને આખા દેશમાં પહોંચી જશે.

આ સક્રિય વરસાદી સિસ્ટમને કારણે IMD એ આજે એટલે કે 8 જુલાઈએ ગુજરાત, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડ સહિત દેશના 22 રાજ્યોમાં ભારેથી અત્યંત ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી આપી છે. તંત્ર દ્વારા જિલ્લાવાર રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરીને લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

ગુજરાતના આ જિલ્લાઓમાં રેડ એલર્ટની જાહેરાત

હવામાન વિભાગે ગુજરાતના અનેક જિલ્લાઓમાં આગામી 2 થી 3 કલાક માટે ભયજનક રેડ એલર્ટ આપ્યું છે. અહીં 60 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની, વીજળી પડવાની અને 15 મીમી પ્રતિ કલાકના દરથી ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે.

પ્રભાવિત જિલ્લાઓ: અમરેલી, ભરૂચ, ભાવનગર, બોટાદ, દાદરા અને નગર હવેલી, દમણ, ડાંગ, દીવ, ગીર સોમનાથ, નર્મદા, નવસારી, સુરત, તાપી, વડોદરા અને વલસાડ.


મહારાષ્ટ્ર, યુપી સહિત આ રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ

IMD એ ઘણા રાજ્યોના મુખ્ય જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું છે. અહીં 40 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા અને 5 થી 15 મીમી પ્રતિ કલાકના દરે મધ્યમથી ભારે વરસાદનો અંદાજ છે.

ગુજરાત: અમદાવાદ, આણંદ, છોટા ઉદેપુર, દાહોદ, જૂનાગઢ, ખેડા, પંચમહાલ, રાજકોટ અને સુરેન્દ્રનગર

મહારાષ્ટ્ર: ધૂળે, જલગાંવ, મુંબઈ શહેર, મુંબઈ ઉપનગર, નંદુરબાર, નાસિક, પાલઘર, પુણે, રાયગઢ, રત્નાગિરી અને થાણે

ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ઉત્તરાખં, પંજાબ સહિત પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં અતિ ભારે વરસાદનો ખતરો સેવાઈ રહ્યો છે.

દેશના 9 રાજ્યોમાં અત્યંત ભારે વરસાદની ચેતવણી

પશ્ચિમી ઉત્તર પ્રદેશ

મધ્ય પ્રદેશ

કોંકણ અને ગોવા

મધ્ય મહારાષ્ટ્ર

ગુજરાત રિજિયન (પ્રદેશ)

કોસ્ટલ કર્ણાટક

દક્ષિણ આંતરિક કર્ણાટક

પૂર્વ રાજસ્થાન

અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલય

દિલ્હી-NCR અને બિહાર સહિત આ રાજ્યોમાં પણ પડશે વરસાદ

આ ઉપરાંત, બિહાર, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર-લદ્દાખ, પશ્ચિમી રાજસ્થાન, સૌરાષ્ટ્ર-કચ્છ, વિદર્ભ (મહારાષ્ટ્ર), કેરળ, માહે, ઉત્તર આંતરિક કર્ણાટક, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો-અમરનાથ યાત્રામાં તૂટ્યો 40 વર્ષનો રેકોર્ડ! માત્ર 5 દિવસમાં બાબા બર્ફાની અંતર્ધ્યાન, ભક્તો માટે કડક એડવાઇઝરી જારી

MoneyControl News

MoneyControl News

First Published: Jul 08, 2026 10:42 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.