લેખિકા અને રાજ્યસભા સાંસદ સુધા મૂર્તિએ અઠવાડિયામાં 70 કલાક કામ કરવા પર લાંબા સમયથી ચાલી રહેલી ચર્ચા પર પોતાનો અભિપ્રાય આપ્યો છે. તેમના પતિ અને ઇન્ફોસિસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિએ થોડા વર્ષો પહેલા એવું કહીને ચર્ચા જગાવી હતી કે વ્યક્તિએ અઠવાડિયામાં 70 કલાક કામ કરવું જોઈએ. આ અંગે ઘણો હોબાળો થયો. હવે સુધા મૂર્તિએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે જ્યારે લોકો ઉત્સાહી હોય છે, ત્યારે સમય ક્યારેય મર્યાદા બનતો નથી.

