Get App

Numerology: આ તારીખે જન્મેલા લોકો, જીવનમાં ખૂબ કમાઇ છે પૈસા!

Numerology: કોઇ પણ વ્યક્તિના જીવન અને ભવિષ્ય વિશે જાણવા માટે અંક જ્યોતિષ પણ કારગર જ છે. અંકોના આધારે ભવિષ્યવાણી કરવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વ્યક્તિની જન્મતારીખથી ઘણું બધું જાણી શકાય છે. જે લોકોની જન્મ તારીખ મહિનાની 8,17 અને 26 હોય છે, તેનો મૂલાંક 8 થાય છે. આ અંક સ્વામી શનિદેવનો મનાય છે. આ કારણે આઠ મુલાંકના લોકો પર શનિદેવની વિશેષ કૃપા રહે છે.

MoneyControl Newsઅપડેટેડ Oct 23, 2023 પર 10:21 AM
Numerology: આ તારીખે જન્મેલા લોકો, જીવનમાં ખૂબ કમાઇ છે પૈસા!Numerology: આ તારીખે જન્મેલા લોકો, જીવનમાં ખૂબ કમાઇ છે પૈસા!
Numerology: કોઇ પણ વ્યક્તિના જીવન અને ભવિષ્ય વિશે જાણવા માટે અંક જ્યોતિષ પણ કારગર જ છે.

Numerology: જ્યોતિષની જેમ અંકશાસ્ત્રનું પણ માનવ જીવનમાં ઘણું મહત્વ છે. જ્યોતિષમાં જે રીતે વ્યક્તિની કુંડળી જોવામાં આવે છે. તેવી જ રીતે, અંકશાસ્ત્રમાં, જન્મતારીખના આધારે વ્યક્તિના મૂળાંક નંબરની ગણતરી કરવામાં આવે છે અને તેના દ્વારા ભવિષ્ય અને વર્તનનું મૂલ્યાંકન કરવામાં આવે છે. મૂળાંકની સંખ્યા 1 થી 9 સુધીની છે.

જે લોકોનો જન્મ કોઈપણ મહિનાની 1લી, 10મી, 19મી અને 28મી તારીખે થયો હોય તેમનો મૂલાંક નંબર 1 હોય છે. આ મૂળાંકમાં જન્મેલા લોકો ખૂબ જ બુદ્ધિશાળી માનવામાં આવે છે. મૂળાંક નંબર 1 વાળા લોકો નાનપણથી જ વાંચનમાં ઝડપી હોય છે. પોતાના કુશળ મનના કારણે તેઓ જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે છે. મૂળાંક નંબર 1 વાળા લોકો ખૂબ પૈસા કમાય છે અને તેમની આર્થિક સ્થિતિ પણ સારી હોય છે. આ લોકો પોતાના કરિયરને લઈને ખૂબ જ ગંભીર હોય છે, જેના કારણે તેમને ઉચ્ચ શિક્ષણ મેળવવાની ઈચ્છા હોય છે.

તો, મુલાંક 8ના લોકો રહસ્યમય સ્વભાવના હોય છે. તે તેમની વાતો જલ્દીથી કોઇ સાથે શેર નથી કરતા. તેમને દેખાડો પણ પસંદ નથી હોતો. આ મુલાંકના લોકો ખૂબ જ મહેનતું હોય છે.એક વખત જે કામ હાથમાં લે છે, તેને સફળ કરીને રાહતનો શ્વાસ લે છે. તે એક સારા મિત્ર પણ સાબિત થાય છે. તે ઇમાનદાર મહેનતી ધૈર્યવાન અને સાહસી પણ હોય છે. તે વધુ સોશિયલ નથી હોતા.

આ મુલાંકના લોકો કોઇ પણ કામ ખૂબ જ વિચારીને કરે છે. જેના કારણે જ તેની સફળતાના ચાન્સિસ વધી જાય છે તે ભાગ્યના ભરોસે ન બેસતા કર્મ પર ધ્યાન આપે છે. ફિજુલ ખર્ચી નથી કરતાં. જેના કારણે તે ખૂબ પૈસાની બચત કરીને ઘનવાન બને છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો