Get App

પ્રહલાદ જોશી બન્યા નવા શિક્ષણ મંત્રી: ચાર્જ સંભાળતા જ કહ્યું- PM મોદીની અપેક્ષાઓ પર ખરો ઉતરીશ, જાણો નવા પેપર લીક કાયદા વિશે

NEET પેપર લીક વિવાદ બાદ ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપતાં પ્રહલાદ જોશીને શિક્ષણ મંત્રાલયનો વધારાનો ચાર્જ સોંપાયો છે. સરકારે NTA ના 47 અધિકારીઓને બરતરફ કર્યા. જાણો પેપર લીક માટે આવતા નવા કાયદા અને કડક સજાની સંપૂર્ણ વિગતો.

MoneyControl Newsઅપડેટેડ Jul 26, 2026 પર 11:36 AM
પ્રહલાદ જોશી બન્યા નવા શિક્ષણ મંત્રી: ચાર્જ સંભાળતા જ કહ્યું- PM મોદીની અપેક્ષાઓ પર ખરો ઉતરીશ, જાણો નવા પેપર લીક કાયદા વિશેપ્રહલાદ જોશી બન્યા નવા શિક્ષણ મંત્રી: ચાર્જ સંભાળતા જ કહ્યું- PM મોદીની અપેક્ષાઓ પર ખરો ઉતરીશ, જાણો નવા પેપર લીક કાયદા વિશે
કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીને શિક્ષણ મંત્રાલયનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. નોંધનીય છે કે, પ્રહલાદ જોશી પાસે પહેલાથી જ ગ્રાહક બાબતોના મંત્રાલયનો ચાર્જ છે.

દેશભરમાં ચર્ચાનો વિષય બનેલા NEET UG પેપર લીક કાંડ બાદ મોદી કેબિનેટમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. ભારે વિરોધ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાને શિક્ષણ મંત્રી પદેથી રાજીનામું આપવું પડ્યું છે. તેમના સ્થાને હવે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીને શિક્ષણ મંત્રાલયનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. નોંધનીય છે કે, પ્રહલાદ જોશી પાસે પહેલાથી જ ગ્રાહક બાબતોના મંત્રાલયનો ચાર્જ છે.

પ્રહલાદ જોશીનું પહેલું નિવેદન: 'PM મોદીનો આભારી છું'

શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી મળ્યા બાદ પ્રહલાદ જોશીએ પોતાનું પહેલું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, "મને હમણાં જ જાણ થઈ કે વડાપ્રધાને મને એક મોટી જવાબદારી સોંપી છે. વડાપ્રધાન મોદીએ મારા પર જે વિશ્વાસ મૂક્યો છે, તે માટે હું તેમનો આભારી છું. હું આ ફરજ પૂરી નમ્રતાથી નિભાવીશ અને પીએમ મોદીની અપેક્ષાઓ પર ખરો ઉતરવાનો પૂરો પ્રયાસ કરીશ."

આ ઉપરાંત, તેમણે પૂર્વ શિક્ષણ મંત્રીના વખાણ કરતા કહ્યું કે, છેલ્લા 4-5 વર્ષમાં ધર્મેન્દ્ર પ્રધાને શિક્ષણ ક્ષેત્રે અને ખાસ કરીને નેશનલ એજ્યુકેશન પોલિસી લાગુ કરવામાં શાનદાર કામ કર્યું છે. જોશીએ પીએમ મોદી સરકારના છેલ્લા 12 વર્ષના કાર્યકાળની ઐતિહાસિક સિદ્ધિઓને પણ યાદ કરી હતી.

બધા સમાચાર

+ વધુુ વાંચો