Sleeping Tips: સામાન્ય રીતે, બધા લોકોએ ઓછામાં ઓછા 8 કલાકની ઊંઘ લેવી જોઈએ. કેટલાક લોકો વહેલા સૂવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેમ છતાં તેઓ ઊંઘી શકતા નથી. આ સમસ્યા મહિલાઓમાં વધુ હોય છે. અધ્યયનોએ શોધી કાઢ્યું છે કે ઘણા શારીરિક અને મનોવૈજ્ઞાનિક પરિબળોને લીધે, સ્ત્રીઓ પુરુષો કરતાં વધુ અનિદ્રાની સંભાવના ધરાવે છે. ઉંઘ ન આવવાને સ્લીપ ડિસઓર્ડર તરીકે ઓળખવામાં આવે છે. જેમાં લોકોને વારંવાર ઊંઘવામાં તકલીફ થાય છે. આ સ્થિતિ વધુ કે ઓછી હોઈ શકે છે. આના ઘણા કારણો હોઈ શકે છે.

