વૃંદાવનના બાંકે બિહારી મંદિર માટે સુપ્રીમ કોર્ટનો આકરો આદેશ: 'દાનનો એક-એક પૈસો સીધો ખજાનામાં જ જવો જોઈએ' | Moneycontrol Gujarati
Get App

વૃંદાવનના બાંકે બિહારી મંદિર માટે સુપ્રીમ કોર્ટનો આકરો આદેશ: 'દાનનો એક-એક પૈસો સીધો ખજાનામાં જ જવો જોઈએ'

મથુરાના વૃંદાવન સ્થિત શ્રી બાંકે બિહારી મંદિરમાં દાનને લઈને સુપ્રીમ કોર્ટે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે આદેશ આપ્યો છે કે ભક્તો દ્વારા અપાયેલા દાનનો એક-એક પૈસો સીધો મંદિરના ખજાનામાં જમા થવો જોઈએ.

અપડેટેડ 07:02:06 PM Aug 25, 2026 પર
Story continues below Advertisement
જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્ય બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બેન્ચે મંગળવારે મંદિરના સંચાલન અને વહીવટને લગતી આ મહત્વની અરજીઓ પર સુનાવણી કરી હતી.

Banke Bihari Temple : મથુરાના પ્રખ્યાત વૃંદાવન સ્થિત શ્રી બાંકે બિહારી મંદિરમાં આવતા ભંડોળ અને દાનને લઈને સુપ્રીમ કોર્ટે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં આદેશ આપ્યો છે કે ભક્તો દ્વારા દાનમાં આપવામાં આવેલો એક-એક પૈસો સીધો મંદિરના ખજાનામાં જ જવો જોઈએ.

મંગળવારે સુપ્રીમ કોર્ટમાં શ્રી બાંકે બિહારી મહારાજ જી મંદિરની મેનેજમેન્ટ કમિટી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન મંદિરમાં દાનના પૈસાની કથિત ઉચાપત અને ગેરરીતિના આક્ષેપોને લઈને કોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરી દીધું છે કે મંદિરમાં ભગવાનને ચઢાવવામાં આવતા દાનની કોઈ પણ પ્રકારની ચોરી ચલાવી લેવામાં આવશે નહીં.

'એક-એક પૈસો સીધો ખજાનામાં જ જમા થવો જોઈએ'

જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્ય બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બેન્ચે મંગળવારે મંદિરના સંચાલન અને વહીવટને લગતી આ મહત્વની અરજીઓ પર સુનાવણી કરી હતી. કોર્ટે કડક સૂચના આપી છે કે મંદિરમાં કરવામાં આવતું કોઈપણ દાન કાં તો સીધું દાન પેટીમાં અથવા ઓનલાઈન માધ્યમથી માત્ર ને માત્ર મંદિરના સત્તાવાર ખજાનામાં જ જમા થવું જોઈએ. કોર્ટે ચેતવણી આપી છે કે જો 'સેવાયતો' (પૂજારીઓ) અથવા અન્ય કોઈ પણ વ્યક્તિ આ પ્રક્રિયામાં અડચણ ઊભી કરવાનો પ્રયાસ કરશે, તો તેને કોર્ટ ખૂબ ગંભીરતાથી લેશે અને કડક પગલાં ભરશે.

પારદર્શક સિસ્ટમ લાગુ કરવાનો નિર્દેશ


ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ અટકાવવા માટે સુપ્રીમ કોર્ટે મેનેજમેન્ટ કમિટીને મંદિરમાં એક સંપૂર્ણ પારદર્શક વ્યવસ્થા ઊભી કરવાનો આદેશ આપ્યો છે.આ નવી સિસ્ટમ દ્વારા એ સુનિશ્ચિત કરવામાં આવશે કે તમામ દાન અને ચઢાવાનો પાક્કો અને સાચો હિસાબ રાખવામાં આવે. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે મંદિરના ફંડમાંથી જો કોઈ નવી મિલકત ખરીદવાની હોય, તો તે લેવડદેવડ કે સોદો પૂરો કરતા પહેલા કોર્ટની મંજૂરી લેવી ફરજિયાત રહેશે. આ ઉપરાંત, મંદિર સાથે જોડાયેલી કોઈ પણ વ્યક્તિ દાન કે ચઢાવાના પૈસા ખજાનામાં જમા કરાવ્યા વિના પોતાની પાસે રાખી શકશે નહીં.

અગાઉ મેનેજમેન્ટ કમિટીમાં કરાયો હતો મોટો ફેરફાર

અત્રે નોંધનીય છે કે, આ અગાઉ મે મહિનામાં પણ સુપ્રીમ કોર્ટે બાંકે બિહારી મંદિરના વહીવટમાં એક બહુ મોટો ફેરફાર કર્યો હતો. તે સમયે સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું હતું કે મંદિરની હાઈ-પાવર કમિટીમાં ગોસ્વામી સમાજના પ્રતિનિધિઓની પસંદગી કરવામાં વહીવટી અધિકારીઓની કોઈ મનમાની હવે ચાલશે નહીં. કોર્ટે આદેશ આપ્યો હતો કે હવે માત્ર લોકશાહી પ્રક્રિયા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ આ સમિતિમાં ગોસ્વામી સમાજનો અવાજ બનશે.

આ પણ વાંચો-ગુજરાતથી બિહાર જવા માટે વધુ એક શાનદાર ટ્રેન, 26 ઓગસ્ટથી દોડશે અમદાવાદ-ભાગલપુર અમૃત ભારત એક્સપ્રેસ

MoneyControl News

MoneyControl News

First Published: Aug 25, 2026 7:02 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.