India defence export: દુબઈ એર શો દરમિયાન ભારતીય સ્વદેશી લડાકુ વિમાન તેજસના અકસ્માતે દેશના રક્ષા નિકાસ (ડિફેન્સ એક્સપોર્ટ)ના પ્રયાસો પર એક પ્રકારનો પડછાયો પાડી દીધો છે. ભારતીય ટેકનોલોજીનું પ્રતીક મનાતો આ વિમાન હવે સવાલોના ઘેરામાં છે. હજારો દર્શકોની સામે થયેલા આ અકસ્માતથી તેજસની આંતરરાષ્ટ્રીય છબીને ચોક્કસપણે નુકસાન થયું છે, જેને કારણે રક્ષા સોદા ખતરામાં મુકાઈ શકે છે.

