ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન ફક્ત પાકિસ્તાન માટે જ નહીં પરંતુ તેના ખેલાડીઓ માટે પણ એક મોટી સમસ્યા બની ગયું છે. પહેલા તો પાકિસ્તાનની ટીમે ઘરઆંગણે શરમજનક પ્રદર્શન કર્યું અને હવે આ ટુર્નામેન્ટને કારણે પાકિસ્તાનના લોકલ ખેલાડીઓના પગારમાં પણ ઘટાડો થયો છે. ICC ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરવાથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ને વધુ નુકસાન થયું છે. અહેવાલો અનુસાર, ICC ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન થવાને કારણે PCB ને લગભગ 85 મિલિયન યુએસ ડોલર (869 કરોડ રૂપિયા)નું મોટું નુકસાન થયું છે.