Get App

ફ્લાઈટમાં સીટને બબાલ, બે પેસેન્જરો વચ્ચે છુટા હાથની મારામારી, જૂઓ VIRAL VIDEO

Viral video: તાજેતરમાં વાયરલ થયેલા એક વીડિયોમાં, બે લોકો ફ્લાઈટની અંદર એકબીજા સાથે છુટા હાથની મારામારી કરતા નજરે પડ્યાં છે. આ મામલો ઈવીએ એરનો છે જ્યારે તાઈવાનથી કેલિફોર્નિયા જતી ફ્લાઈટમાં સીટને લઈને બે મુસાફરો વચ્ચે ઝઘડો થયો હતો.

MoneyControl Newsઅપડેટેડ May 12, 2024 પર 12:36 PM
ફ્લાઈટમાં સીટને બબાલ, બે પેસેન્જરો વચ્ચે છુટા હાથની મારામારી, જૂઓ VIRAL VIDEOફ્લાઈટમાં સીટને બબાલ, બે પેસેન્જરો વચ્ચે છુટા હાથની મારામારી, જૂઓ VIRAL VIDEO
trending viral video: વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે પડોશી મુસાફરની સતત ખાંસીને કારણે એક મુસાફર પોતાની સીટ બદલવા માંગતો હતો

Trending viral news: બસ, ટ્રેન કે ફ્લાઈટમાં મુસાફરો વચ્ચે કોઈને કોઈ મુદ્દે ઝઘડા ઘણી વાર અરાજકતાનું કારણ બને છે. આવા વિવાદોના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. લેટેસ્ટ વીડિયો પણ આવો જ છે જેમાં ફ્લાઈટની અંદર બે લોકો વચ્ચે છુટા હાથની મારામારી થઈ.

વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે પડોશી મુસાફરની સતત ખાંસીને કારણે એક મુસાફર પોતાની સીટ બદલવા માંગતો હતો. આમ કરતી વખતે તે અજાણતામાં બીજા મુસાફરની ખાલી પડેલી સીટ પર બેસી ગયો. ધ ન્યૂ યોર્ક પોસ્ટના અહેવાલ મુજબ, તે પોતાની સીટ પર આવતાની સાથે જ ત્યાં કોઈ અન્યને જોઈને ગુસ્સે થઈ ગયો અને બંને વચ્ચે દલીલ શરૂ થઈ ગઈ. વિવાદ એટલો વધી ગયો કે તે મારામારીમાં પરિણમ્યો અને બંનેએ મુક્કા મારવા માંડ્યા.

એક્સ પર શેર કરવામાં આવેલા વીડિયોમાં ફ્લાઈટ એટેન્ડન્ટ હોબાળાને શાંત કરવાનો પ્રયાસ કરતા જોઈ શકાય છે. આ મારામારી વચ્ચે ફ્લાઈટ એટેન્ડન્ટને અકસ્માતે માથામાં ઈજા થઈ હતી. લડાઈ વધી જતાં મુસાફરોએ બૂમો પાડવાનું શરૂ કર્યું અને ક્રૂએ તેમને છોડાવવાનો પ્રયાસ શરૂ કર્યો. આખરે, ફ્લાઇટ તેના ગંતવ્ય સ્થાન પર ઉતર્યા પછી, સંબંધિત મુસાફરોની ધરપકડ કરવામાં આવી હતી.

બધા સમાચાર

+ વધુુ વાંચો