Tourist Places: આપને જણાવી દઈએ કે ન્યૂ યોર્ક ટાઈમ્સે 2025માં મુલાકાત લેવા યોગ્ય 52 સ્થળોની યાદી બહાર પાડી છે. આ યાદીમાં ભારતનું એક ખૂબ જ સુંદર રાજ્ય પણ સામેલ કરવામાં આવ્યું છે. તમને જાણીને ગર્વ થશે કે ભારતીય રાજ્ય આસામ ન્યૂ યોર્ક ટાઇમ્સની આ યાદીમાં ચોથું સ્થાન મેળવ્યું છે. આ રાજ્યમાં તમને ચાના બગીચા, ઐતિહાસિક સ્થળો, સંસ્કૃતિ અને વન્યજીવન જોવાની તક મળી શકે છે. ચાલો જાણીએ કે આસામમાં એવું શું ખાસ છે, જેના કારણે ભારતના આ રાજ્યને ન્યૂ યોર્ક ટાઈમ્સે 2025 માં જોવા લાયક 52 સ્થળોમાં સામેલ કર્યું છે.