સાયબર ગુનેગારો લોકોને લૂંટવા માટે અવનવી રીતો અપનાવતા રહે છે. મહિલા એરપોર્ટ પર લાઉન્જમાં જઈ રહી હતી ત્યારે હેકર્સે તેના એકાઉન્ટમાંથી હજારો રૂપિયા લૂંટી લીધા હતા. બેંગલુરુ એરપોર્ટ પર થયેલી આ મોટી સાયબર ફ્રોડ વિશે જાણીને તમે ચોંકી જશો. આ કોઈની પણ સાથે થઈ શકે છે, તેથી તમારે સાવચેત રહેવાની જરૂર છે અન્યથા 'સાવધાની હટી દૂર્ઘટના ઘટી' તેવી સ્થિતિ સર્જાઈ શકે છે.