Twitter VS BBC: માઈક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ Twitterએ બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (બીબીસી) ને "સરકાર-ફંડેડ મીડિયા" તરીકે લેબલ કરીને નવો વિવાદ શરૂ કર્યો છે. Twitterએ બીબીસીના વેરિફાઈડ Twitter એકાઉન્ટને 'ગવર્નમેન્ટ ફંડેડ મીડિયા' તરીકે લેબલ કર્યું છે, જેનાથી બ્રિટિશ મીડિયા સંસ્થામાં ફફડાટ ફેલાયો છે. બીબીસી દ્વારા આ મામલે Twitter મેનેજમેન્ટ સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે. મીડિયા ઈન્સ્ટિટ્યૂટે કહ્યું કે Twitterએ તરત જ આ લેબલને અમારી પાસેથી હટાવી લેવું જોઈએ.

