ઇન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસ (ઇસ્કોન) એ જણાવ્યું છે કે તેઓએ તેમના એક સંત અમોઘ લીલા દાસ પર એક મહિના માટે પ્રતિબંધ મૂક્યો છે. અમોઘ લીલા દાસે સ્વામી વિવેકાનંદ અને રામકૃષ્ણ પરમહંસ પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું જે વિવાદાસ્પદ બન્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી દાસના વિવાદાસ્પદ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર થઈ રહ્યો હતો. વીડિયો વાયરલ થયા બાદ ઈસ્કોને નિવેદન જારી કરીને સંત પર એક મહિના માટે પ્રતિબંધ મૂકવો પડ્યો હતો.

