Get App

ભારતના અમીરોને કેમ નથી ગમી રહ્યો પોતાનો જ દેશ? 3500 કરોડપતિઓએ છોડ્યું ભારત, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

Indian Millionaires leaving India: શું ભારતના રઈસોનો દેશ પરથી ભરોસો ઉઠી રહ્યો છે? એક રિપોર્ટ મુજબ ગયા વર્ષે 3,500 કરોડપતિઓએ ભારત છોડી દીધું છે. જાણો અમીરો કેમ દુબઈ અને અમેરિકા જઈ રહ્યા છે અને આ ટ્રેન્ડ ભારત માટે કેટલો ચિંતાજનક છે.

MoneyControl Newsઅપડેટેડ Feb 27, 2026 પર 5:41 PM
ભારતના અમીરોને કેમ નથી ગમી રહ્યો પોતાનો જ દેશ? 3500 કરોડપતિઓએ છોડ્યું ભારત, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસોભારતના અમીરોને કેમ નથી ગમી રહ્યો પોતાનો જ દેશ? 3500 કરોડપતિઓએ છોડ્યું ભારત, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
ફક્ત ભારત જ નહીં, દુનિયાના ઘણા મોટા દેશોમાં અમીરોનો મોહભંગ થઈ રહ્યો છે.

Indian Millionaires leaving India: શું ભારતના ધનકુબેરોનો હવે પોતાના જ દેશ પરથી ભરોસો ડગમગી રહ્યો છે? આ સવાલ એટલા માટે પૂછવો પડે છે કારણ કે હાલમાં આવેલા એક રિપોર્ટમાં બહુ મોટો ખુલાસો થયો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં હજારો કરોડપતિઓએ ભારત છોડીને બીજા દેશોમાં કાયમી વસવાટ કરવાનું નક્કી કર્યું છે.

આ માત્ર ઘર બદલવાની વાત નથી, પણ આ ટ્રેન્ડ રોકાણ (Investment), ટેક્સ, બિઝનેસ માટેનું વાતાવરણ અને ગ્લોબલ મોબિલિટી સાથે જોડાયેલો છે. ચાલો જાણીએ કે આખરે કેમ ભારતના અમીરો વતન છોડી રહ્યા છે.

દુનિયાભરમાં અમીરો શોધી રહ્યા છે નવું ઘર

ફક્ત ભારત જ નહીં, દુનિયાના ઘણા મોટા દેશોમાં અમીરોનો મોહભંગ થઈ રહ્યો છે. એક નવા રિપોર્ટ મુજબ, ગયા વર્ષે આખી દુનિયામાં લગભગ 1.42 લાખ ‘હાઈ-નેટવર્થ ઇન્ડિવિજ્યુઅલ્સ’ (HNWIs) એટલે કે સુપર રિચ લોકોએ પોતાનો દેશ છોડીને બીજા દેશમાં રહેવા જવાનું પસંદ કર્યું છે. દુઃખની વાત એ છે કે સૌથી વધુ કરોડપતિઓ જે દેશોમાંથી ગયા છે, તે લિસ્ટમાં ભારત ટોપ-3 માં આવે છે.

કયા દેશમાંથી કેટલા અમીરો ગયા?

રિપોર્ટના આંકડા જોઈએ તો અમીરોના પલાયનમાં બ્રિટન (UK) સૌથી આગળ છે.

બ્રિટન: ગયા વર્ષે 16,500 અમીરોએ બ્રિટન છોડ્યું. 2024 માં આ આંકડો 10,800 હતો. ત્યાં નબળી પડતી અર્થવ્યવસ્થા અને ટેક્સના વધતા ભારણને મુખ્ય કારણ માનવામાં આવે છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો