China Earthquake Today: ચીનમાં મધ્યરાત્રિએ આવેલા જોરદાર ભૂકંપના કારણે એવી તબાહી મચી છે કે દરેક જગ્યાએ મૃતદેહોના ઢગલા જોવા મળ્યા છે. ચીનમાં આજે એટલે કે બુધવારે વહેલી સવારે જોરદાર ભૂકંપ આવ્યો, જેમાં 100થી વધુ લોકોના મોત થયા છે અને 200થી વધુ લોકો ઘાયલ થયા છે. ચીનના સરકારી મીડિયાના અહેવાલ મુજબ, ઉત્તર-પશ્ચિમ ચીન એટલે કે ચીનના ગાંસુ-કિંઘાઈ પ્રાંતમાં આવેલા 6.2ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપમાં મૃત્યુઆંક અત્યાર સુધીમાં 111ને પાર કરી ગયો છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ ભૂકંપ એટલો જોરદાર હતો કે અનેક ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી.