Dubai Rain : ગયા મહિને સંયુક્ત આરબ અમીરાત (UAE) માં આવેલા ભયંકર પૂરના થોડા દિવસો પછી, ગુરુવારે વહેલી સવારે અબુ ધાબી અને દુબઈમાં ભારે વરસાદ અને વાવાઝોડું આવ્યું. આ પછી ઘણી ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી અને દુબઈમાં બસ સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી. ખલીજ ટાઈમ્સના અહેવાલ મુજબ, દુબઈ આવતી પાંચ ફ્લાઈટને રાતોરાત ડાયવર્ટ કરવામાં આવી હતી, જ્યારે નવ ઇનકમિંગ અને ચાર આઉટગોઈંગ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અમીરાતની ઘણી ફ્લાઈટ્સ પણ રદ કરવામાં આવી છે.

