Get App

ડોનાલ્ડ ટ્રમ્પના ટેરીફ વોરને લઈ ચીનની ભારતને અપીલ, અમેરિકા સામે એક થવાની જરૂર

ચીની દૂતાવાસના પ્રવક્તા યુ જિંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું, "ચીન અને ભારત વચ્ચેના આર્થિક અને વેપારી સંબંધો પરસ્પર પૂરકતા અને ફાયદા પર આધારિત છે. અમેરિકા ટેરિફનો દુરુપયોગ કરી રહ્યું છે. આનો સામનો કરવા માટે વિશ્વના બે સૌથી મોટા વિકાસશીલ દેશોએ એકસાથે ઊભું રહેવું જોઈએ."

MoneyControl Newsઅપડેટેડ Apr 09, 2025 પર 4:20 PM
ડોનાલ્ડ ટ્રમ્પના ટેરીફ વોરને લઈ ચીનની ભારતને અપીલ, અમેરિકા સામે એક થવાની જરૂરડોનાલ્ડ ટ્રમ્પના ટેરીફ વોરને લઈ ચીનની ભારતને અપીલ, અમેરિકા સામે એક થવાની જરૂર
ટેરિફની મુશ્કેલીઓનો સામનો કરવા ભારત અને ચીનને એક થવાની જરૂર છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે ચીનને સખત ચેતવણી આપી છે કે જો ચીને જાહેર કરેલા જવાબી ટેરિફ પાછા નહીં ખેંચે તો અમેરિકા ચીની પ્રોડક્ટ્સ પર 50 ટકા સુધીનું વધારાના ટેરિફ લાદી દેશે. આ ધમકી બાદ ચીન હવે ભારત સામે મદદની આશા રાખતું જોવા મળ્યું છે.

ટ્રંપે ચીનને સીધી ચેતવણી આપી હતી, જેના પગલે ચીનને ભારત સાથે નિકટતા વધારવા સિવાય કોઈ ઓપ્શન દેખાતો નથી. ચીને કહ્યું છે કે ટ્રંપના ટેરિફનો સામનો કરવા માટે ભારત અને ચીન બંનેએ એકસાથે આવવું જોઈએ. ભારતમાં ચીની દૂતાવાસના પ્રવક્તાએ મંગળવારે જણાવ્યું હતું કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના વહીવટ દ્વારા લગાવવામાં આવેલા ટેરિફની મુશ્કેલીઓનો સામનો કરવા ભારત અને ચીનને એક થવાની જરૂર છે.

ચીની પ્રવક્તાનું નિવેદન

ચીની દૂતાવાસના પ્રવક્તા યુ જિંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું, "ચીન અને ભારત વચ્ચેના આર્થિક અને વેપારી સંબંધો પરસ્પર પૂરકતા અને ફાયદા પર આધારિત છે. અમેરિકા ટેરિફનો દુરુપયોગ કરી રહ્યું છે. આનો સામનો કરવા માટે વિશ્વના બે સૌથી મોટા વિકાસશીલ દેશોએ એકસાથે ઊભું રહેવું જોઈએ."

બધા સમાચાર

+ વધુુ વાંચો