Get App

Appleના CEO ટિમ કુકે PM મોદી સાથે કરી મુલાકાત, કહ્યું- અમે ભારતમાં ઇન્વેસ્ટ કરવા માટે છીએ પ્રતિબદ્ધ

ભારતમાં કંપનીના બીજા ઓથોરાઇઝ રિટેલ સ્ટોરના ઉદઘાટન પહેલા ટિમ કુક બુધવારે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આ મીટિંગની તસવીર ટ્વિટર પર શેર કરતા કૂકે વડાપ્રધાનનો આભાર માન્યો છે. આ સાથે તેમણે કહ્યું કે કંપની સમગ્ર દેશમાં વૃદ્ધિ અને ઇન્વેસ્ટ માટે પ્રતિબદ્ધ છે.

MoneyControl Newsઅપડેટેડ Apr 20, 2023 પર 11:31 AM
Appleના CEO ટિમ કુકે PM મોદી સાથે કરી મુલાકાત, કહ્યું- અમે ભારતમાં ઇન્વેસ્ટ કરવા માટે છીએ પ્રતિબદ્ધAppleના CEO ટિમ કુકે PM મોદી સાથે કરી મુલાકાત, કહ્યું- અમે ભારતમાં ઇન્વેસ્ટ કરવા માટે છીએ પ્રતિબદ્ધ
ભારતમાં કંપનીના બીજા ઓથોરાઇઝ રિટેલ સ્ટોરના ઉદઘાટન પહેલા ટિમ કુક બુધવારે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આ મીટિંગની તસવીર ટ્વિટર પર શેર કરતા કૂકે વડાપ્રધાનનો આભાર માન્યો છે.

સ્માર્ટફોન નિર્માતા એપલના સીઈઓ ટિમ કૂક ભારતની મુલાકાતે છે. ભારતમાં કંપનીના બીજા ઓથોરાઇઝ રિટેલ સ્ટોરના ઉદઘાટન પહેલા ટિમ કુક બુધવારે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આ મીટિંગની તસવીર ટ્વિટર પર શેર કરતા કૂકે વડાપ્રધાનનો આભાર માન્યો છે. આ સાથે તેમણે વધુમાં જણાવ્યું હતું કે કંપની સમગ્ર દેશમાં વૃદ્ધિ અને ઇન્વેસ્ટ માટે પ્રતિબદ્ધ છે.

Thank you Prime Minister @narendramodi for the warm welcome. We share your vision of the positive impact technology can make on India’s future — from education and developers to manufacturing and the environment, we’re committed to growing and investing across the country. pic.twitter.com/xRSjc7u5Ip

— Tim Cook (@tim_cook) April 19, 2023

ટિમ કૂક અને પીએમ મોદીએ મીટિંગ પર શું કહ્યું?

તેમના ટ્વીટમાં, ટિમ કુકે કહ્યું, "ઉષ્માભર્યા સ્વાગત માટે PM @narendramodi તમારો આભાર. અમે ભારતના ભવિષ્ય પર ટેક્નોલોજીની સકારાત્મક અસર વિશે તમારા વિઝનને શેર કરીએ છીએ - શિક્ષણ અને ડેવલપમેન્ટથી લઈને પ્રોડક્શન અને પર્યાવરણ સુધી, કારણ કે અમે સમગ્ર દેશમાં ટેક્નોલોજીને સમર્થન આપવા માટે આતુર છીએ અને વૃદ્ધિ કરવા અને ઇન્વેસ્ટ કરવા માટે પ્રતિબદ્ધ." પીએમ મોદીએ મીટિંગ દરમિયાન ભારતના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન વિશે પણ વાત કરી.

બધા સમાચાર

+ વધુુ વાંચો