Tata Motors Electric Vehicle: ભારતની સૌથી મોટી ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદક કંપની ટાટા મોટર્સે ઇલેક્ટ્રિક વાહન ખરીદનારાઓ માટે એક મોટી જાહેરાત કરી છે. કંપનીએ તેની લોકપ્રિય ઇલેક્ટ્રિક SUVs, Curvv.ev અને Nexon.ev (45 kWh વેરિઅન્ટ) માટે લાઇફટાઇમ હાઇ-વોલ્ટેજ બેટરી વોરંટીની ઓફર રજૂ કરી છે. આનો અર્થ એ થયો કે હવે તમારે બેટરીની ટકાઉપણું કે બદલવાના ખર્ચની ચિંતા કરવાની જરૂર નથી. આ ઓફર નવા અને હાલના ગ્રાહકો બંને માટે લાગુ છે, જે ટાટાને ભારતના EV માર્કેટમાં અગ્રેસર બનાવે છે.