કાર અને બાઈક ઉદ્યોગ પકડશે નવી સ્પીડ, પીએમ મોદીએ જણાવ્યું કેવી રીતે ભારત બનશે 'ગ્લોબલ ઓટો હબ' | Moneycontrol Gujarati
Get App

કાર અને બાઈક ઉદ્યોગ પકડશે નવી સ્પીડ, પીએમ મોદીએ જણાવ્યું કેવી રીતે ભારત બનશે 'ગ્લોબલ ઓટો હબ'

કાર અને બાઈક ઉદ્યોગમાં મોટી ક્રાંતિ આવવાની તૈયારી છે! પીએમ મોદીએ જણાવ્યું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને EV ના જોરે ભારત કેવી રીતે 'ગ્લોબલ ઓટો હબ' બનશે. વાંચો પૂરી વિગત.

અપડેટેડ 04:08:14 PM Sep 03, 2026 પર
Story continues below Advertisement
પીએમ મોદીએ સારા રસ્તાઓ અને આધુનિક લોજિસ્ટિક્સને ઓટો સેક્ટર માટે ગેમ-ચેન્જર ગણાવ્યા છે. રોડ અને ટ્રાન્સપોર્ટ નેટવર્ક મજબૂત થવાથી સામાન લાવવા-લઈ જવાનો સમય અને ખર્ચ બંને ઘટશે.

ભારતનું ઓટોમોબાઈલ સેક્ટર આવનારા સમયમાં બહુ મોટી હરણફાળ ભરવાની તૈયારીમાં છે. દેશમાં કાર અને બાઈકની વધતી માંગ, ઝડપથી બની રહેલા હાઈવે અને ઈલેક્ટ્રિક વાહનો પર સરકારનું ફોકસ ઓટો ઈન્ડસ્ટ્રીને એક નવી જ દિશા આપી રહ્યું છે. તાજેતરમાં જ SIAM ના 66મા વાર્ષિક સંમેલનના મંચ પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીના ભવિષ્યને લઈને એક મોટો અને સકારાત્મક સંદેશ આપ્યો છે.

ટેકનોલોજી અને મેન્યુફેક્ચરિંગ બનશે સૌથી મોટી તાકાત

પીએમ મોદીએ સ્પષ્ટ કર્યું છે કે ભારતનું મોબિલિટી સેક્ટર બહુ જડપથી બદલાઈ રહ્યું છે. આવનારા સમયમાં ટેકનોલોજી, ઈનોવેશન અને એડવાન્સ મેન્યુફેક્ચરિંગ આ ઉદ્યોગની સૌથી મોટી તાકાત બનશે. છેલ્લા એક દાયકામાં ભારત દુનિયાની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થાઓમાં સામેલ રહ્યું છે. જેમ જેમ દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે, તેમ તેમ લોકો અને સામાનની હેરફેરની જરૂરિયાત પણ વધી રહી છે. આનો સીધો ફાયદો કાર, બાઈક અને કોમર્શિયલ વાહન બનાવતી કંપનીઓને મળી રહ્યો છે. દેશભરમાં ચાલી રહેલા મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ ઓટોમોબાઈલ કંપનીઓ માટે નવી તકો ઉભી કરી રહ્યા છે.

પરિવહન ખર્ચ ઘટશે, હરીફાઈ કરવાની ક્ષમતા વધશે

પીએમ મોદીએ સારા રસ્તાઓ અને આધુનિક લોજિસ્ટિક્સને ઓટો સેક્ટર માટે ગેમ-ચેન્જર ગણાવ્યા છે. રોડ અને ટ્રાન્સપોર્ટ નેટવર્ક મજબૂત થવાથી સામાન લાવવા-લઈ જવાનો સમય અને ખર્ચ બંને ઘટશે. તેનાથી ભારતમાં બનતી ગાડીઓ અને ઓટો પાર્ટ્સ આંતરરાષ્ટ્રીય બજારમાં વધુ સારી રીતે હરીફાઈ કરી શકશે. સરકારનો ઉદ્દેશ્ય માત્ર દેશના સ્થાનિક બજાર પૂરતો સીમિત નથી, પરંતુ ભારતીય ઓટો ઉદ્યોગને દુનિયાના મોટા બજારોમાં ટોચ પર પહોંચાડવાનો છે.


ઈલેક્ટ્રિક વાહનો પર ખાસ ફોકસ

ભારતમાં હવે ક્લીન અને સસ્ટેનેબલ મોબિલિટી (પર્યાવરણને અનુકૂળ વાહનો) પર સૌથી વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે. વડાપ્રધાને કહ્યું કે દેશભરમાં ઈલેક્ટ્રિક વાહનો માટેનું ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અત્યંત ઝડપથી ઉભું કરવામાં આવી રહ્યું છે. આનાથી લોકો વધુને વધુ EV ખરીદવા પ્રેરાશે. આવનારા સમયમાં ઈલેક્ટ્રિક કાર અને બાઈકની સાથે સાથે નવા પ્રકારના મોબિલિટી સોલ્યુશન્સ ઓટો સેક્ટરનું આખું ચિત્ર બદલી નાખશે.

'મેક ઈન ઈન્ડિયા' અને PLI સ્કીમથી ઉદ્યોગોને બુસ્ટ

દેશમાં ઓટોમોબાઈલ અને મેન્યુફેક્ચરિંગ ક્ષમતા વધારવા માટે સરકારની મજબૂત નીતિઓ કામ કરી રહી છે. સરકારની PLI (પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ) સ્કીમ અને મેક ઈન ઈન્ડિયા પહેલથી સ્થાનિક ઉત્પાદનને જબરદસ્ત વેગ મળ્યો છે. વેપારને સરળ બનાવવા માટે જુના અને બિનજરૂરી નિયમોને નાબૂદ કરવામાં આવ્યા છે, જેથી કંપનીઓ સરળતાથી પોતાનો વ્યાપાર વધારી શકે.

આ પણ વાંચો-Government Scheme: 1 લાખ રૂપિયા કઈ સરકારી સ્કીમમાં રોકવા? NSC, KVP, PPF કે પોસ્ટ ઓફિસ FD? સમજો રોકાણનું આખું ગણિત

MoneyControl News

MoneyControl News

First Published: Sep 03, 2026 4:06 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.