Get App

ઓટો કંપનીઓ માટે સરકારે બદલ્યા CAFE નોર્મ્સ: હવે 5 વર્ષમાં કારની ફ્યુઅલ એફિશિયન્સી 16.7% વધારવી પડશે

ભારત સરકારે ઓટો કંપનીઓ માટે CAFE નોર્મ્સમાં મોટો ફેરફાર કર્યો છે. 1 એપ્રિલ 2027થી લાગુ થતા આ નવા નિયમો મુજબ કારની ફ્યુઅલ એફિશિયન્સીમાં 16.7% નો સુધારો ફરજિયાત થશે. ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ વાહનોને વિશેષ ફાયદો મળશે.

MoneyControl Newsઅપડેટેડ Sep 30, 2026 પર 3:34 PM
ઓટો કંપનીઓ માટે સરકારે બદલ્યા CAFE નોર્મ્સ: હવે 5 વર્ષમાં કારની ફ્યુઅલ એફિશિયન્સી 16.7% વધારવી પડશેઓટો કંપનીઓ માટે સરકારે બદલ્યા CAFE નોર્મ્સ: હવે 5 વર્ષમાં કારની ફ્યુઅલ એફિશિયન્સી 16.7% વધારવી પડશે
CAFE ના આ નવા માળખામાં માત્ર ઇલેક્ટ્રિક જ નહીં, પરંતુ ઇથેનોલ-બ્લેન્ડેડ પેટ્રોલ, બાયોફ્યુઅલ અને કમ્પ્રેસ્ડ બાયોગેસ જેવા રિન્યુએબલ ઇંધણને પણ 'કાર્બન ન્યુટ્રાલિટી ફેક્ટર' હેઠળ ખાસ મહત્વ આપવામાં આવ્યું છે.

ભારત સરકારે ઓટો સેક્ટરને વધુ ક્લીન અને ઇકો-ફ્રેન્ડલી બનાવવા માટે એક બહુ મોટો નિર્ણય લીધો છે. દેશમાં વેચાતી પેસેન્જર કાર વધુ સારી માઈલેજ આપે અને પ્રદૂષણ ઓછું ફેલાવે તે હેતુથી કોર્પોરેટ એવરેજ ફ્યુઅલ ઇકોનોમી નોર્મ્સમાં મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે.

આ નવા નિયમો 1 એપ્રિલ 2027 થી લાગુ કરવામાં આવશે અને 31 માર્ચ 2032 સુધી અમલમાં રહેશે. આ નિયમોની સીધી અસર દેશમાં બનતી અને વેચાતી નવી પેસેન્જર કાર પર પડશે.

5 વર્ષમાં 16.7% સુધારો કરવો ફરજિયાત

કાર બનાવતી કંપનીઓએ હવે ગ્રાહકોને વધુ સારી એફિશિયન્સી આપવી પડશે. ચાલો આ નવા ટાર્ગેટને આંકડાઓથી સમજીએ,,નવા નિયમો હેઠળ કંપનીઓએ આગામી 5 વર્ષની અંદર પોતાની કારની સરેરાશ ફ્યુઅલ એફિશિયન્સીમાં લગભગ 16.7% નો સુધારો કરવો પડશે. નાણાકીય વર્ષ 2027-28 માટે કારની ઇંધણ ખપતનો ટાર્ગેટ 3.996 લિટર પ્રતિ 100 કિલોમીટર નક્કી કરવામાં આવ્યો છે. વર્ષ 2031-32 સુધીમાં આ લક્ષ્યાંક વધુ કડક કરીને 3.3273 લિટર પ્રતિ 100 કિલોમીટર કરવામાં આવશે. સરકારે વાહનના વજનનો બેઝ પણ 1082 કિલોથી વધારીને 1229 કિલો કરી દીધો છે. આનો સીધો અર્થ એ છે કે હળવી કાર માટે ટાર્ગેટ પૂરો કરવો સહેલો રહેશે, પરંતુ ભારે કાર બનાવતી કંપનીઓએ માઈલેજ સુધારવા માટે વધુ મહેનત કરવી પડશે.

ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ કાર બનાવતી કંપનીઓને જલસા

આ નવા નોર્મ્સમાં કંપનીઓને પોતાનો લક્ષ્યાંક પૂરો કરવા માટે અલગ-અલગ ટેકનોલોજી અપનાવવાની પૂરી છૂટ અપાઈ છે. બેટરી ઇલેક્ટ્રિક વ્હીકલ, રેન્જ-એક્સટેન્ડેડ EV, પ્લગ-ઇન હાઇબ્રિડ, સ્ટ્રોંગ હાઇબ્રિડ અને ફ્લેક્સ-ફ્યુઅલ વાહનોને 'સુપર ક્રેડિટ' નો લાભ મળશે.

સરળ ભાષામાં કહીએ તો, જો કોઈ કંપની આ પ્રકારના ક્લીન ઇંધણવાળા વાહનો વધુ વેચશે, તો તેને પોતાના આખા કાફલાનો સરેરાશ ટાર્ગેટ પૂરો કરવામાં મોટી મદદ મળશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો