દેશની સૌથી મોટી પેસેન્જર વ્હીકલ ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયા (Maruti Suzuki India)એ નાની કારોના સેલમાં સતત ઘટાડો થવા અંગે ચિંતા વ્યક્ત કરી છે. કંપનીનું કહેવું છે કે સખત નિયમો અને ઉત્પાદન ખર્ચમાં વધારો થવાને કારણે એન્ટ્રી-લેવલ કારની કિંમતો એટલી વધી ગઈ છે કે તે સામાન્ય કસ્ટમર્સની પહોંચની બહાર થઈ રહી છે. આ સમસ્યાને ઉકેલવા માટે કંપનીએ સરકારને આ સેગમેન્ટને પ્રોત્સાહન આપવા માટે ખાસ પોલિસી બનાવવાની વિનંતી કરી છે.

