હવામાં ઉડશે અને પલટી પણ મારશે! Elon Muskની Tesla એ બતાવી નવી ફ્લાઇંગ Roadster કાર
Elon Musk flying car: એલોન મસ્કની કંપની Tesla એ નવી ઉડતી Roadster કારનું પ્રદર્શન કર્યું છે. આ કાર 0.81 સેકન્ડમાં 97 kmph ની સ્પીડ પકડે છે. જાણો તેના ફીચર્સ, કિંમત અને લોન્ચિંગ વિશે.
આ કારમાં કમ્પ્રેસ્ડ એર થ્રસ્ટર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ડેમો દરમિયાન કારે એક રેમ્પ પરથી છલાંગ લગાવી, હવામાં 360 ડિગ્રી પલટી એટલે કે ફ્લિપ મારી અને એકદમ સુરક્ષિત રીતે જમીન પર પાછી ફરી.
Elon Musk flying car: શું તમે ક્યારેય એવી કાર વિશે વિચાર્યું છે જે રસ્તા પર દોડવાની સાથે-સાથે હવામાં પણ ઉડી શકે? એલોન મસ્કની કંપની ટેસ્લા એ હવે આ કલ્પનાને હકીકતમાં બદલી નાખી છે. તાજેતરમાં ટેસ્લાએ પોતાની નવી Roadster કારનો એક અદભુત ડેમો બતાવ્યો છે, જેણે આખી દુનિયાને ચોંકાવી દીધી છે.
SpaceX ના થ્રસ્ટર્સથી હવામાં મારી પલટી
ટેક્સાસના વાકોમાં આવેલી SpaceX ફેસિલિટી ખાતે આ કારનું શાનદાર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રિપોર્ટ મુજબ, આ કારમાં કમ્પ્રેસ્ડ એર થ્રસ્ટર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ડેમો દરમિયાન કારે એક રેમ્પ પરથી છલાંગ લગાવી, હવામાં 360 ડિગ્રી પલટી એટલે કે ફ્લિપ મારી અને એકદમ સુરક્ષિત રીતે જમીન પર પાછી ફરી.
જ્યારે કાર રેમ્પ પર હતી ત્યારે વેક્યુમ ફેન સિસ્ટમે તેને જકડી રાખી હતી, અને હવામાં એર થ્રસ્ટર્સની મદદથી તેનું બેલેન્સ જળવાઈ રહ્યું. ડેમોમાં આ કાર અન્ય ટેસ્લા કાર અને એક મોટા સેમી-ટ્રકની ઉપરથી પણ પસાર થઈ. આ સફળતા જોઈને કંપનીના CEO એલોન મસ્કે ખુશીથી કહ્યું, "ખેર, આ કામ કરી ગયું."
સ્પીડ અને લોન્ચિંગની વિગતો
આ કારની સ્પીડ પણ સામાન્ય સુપરકાર કરતા ઘણી વધારે છે. કંપનીનો દાવો છે કે ટેસ્ટિંગ દરમિયાન આ કારે માત્ર 0.81 સેકન્ડમાં 0 થી 97 kmph ની ઝડપ પકડી લીધી હતી. કંપનીનો ટાર્ગેટ વર્ષ 2028 માં આ કારનું પ્રોડક્શન શરૂ કરવાનો છે. જો કિંમતની વાત કરીએ તો તેની કિંમત 2.5 લાખ ડોલર કરતાં પણ વધુ હોવાની શક્યતા છે.
કાર 3 અલગ-અલગ વેરિઅન્ટમાં આવશે
નવી Tesla Roadster ને ત્રણ વેરિઅન્ટ Performance, Thrust અને Rocketમાં રજૂ કરવામાં આવશે. સીટ અને પાવરના આધારે તેના ફીચર્સ નીચે મુજબ છે:
પહેલું વેરિઅન્ટ: આ રસ્તા પર ચલાવવા માટેનું 2 સીટર મોડલ છે. તેમાં મલ્ટી-મોડ સક્શન સિસ્ટમ આપવામાં આવી છે, જે રસ્તા પર તેની પકડ અને પરફોર્મન્સ મજબૂત બનાવે છે.
બીજું વેરિઅન્ટ: આ પણ 2 સીટવાળું મોડલ છે, પરંતુ તેમાં સક્શન સિસ્ટમની સાથે પાછળની બાજુ કોલ્ડ-ગેસ થ્રસ્ટર્સ આપેલા છે. આ મોડલ 0.9 સેકન્ડથી પણ ઓછા સમયમાં 0 થી 60 માઈલ પ્રતિ કલાકની સ્પીડ પકડી શકે છે.
ત્રીજું વેરિઅન્ટ (ઉડતી કાર): આ સૌથી ખાસ 1 સીટર મોડલ છે. તેમાં કારની ચારેબાજુ કોલ્ડ-ગેસ થ્રસ્ટર્સ લગાવેલા છે. આ થ્રસ્ટર્સ કારને આગળ અને ઉપર તરફ જવા માટે પાવર આપે છે અને હવામાં ગોળ ફરવામાં મદદ કરે છે. આ એ જ વેરિઅન્ટ છે જે મર્યાદિત અંતર સુધી હવામાં ઉડી શકે છે.
ટેસ્લાની આ નવી Roadster ઓટોમોબાઈલ અને સ્પેસ ટેક્નોલોજીનું અદભુત સંગમ છે. હવે આખી દુનિયાની નજર વર્ષ 2028 પર ટકેલી છે, જ્યારે આ ઉડતી કાર ખરેખર માર્કેટમાં ઉતરશે અને ભવિષ્યની મુસાફરીનો અંદાજ બદલી નાખશે.
Turns out the future does have flying cars https://t.co/6fexPp6SXI