RBI New Rules: સોના-ચાંદીના વેપારીઓ માટે માઠા સમાચાર! RBIના એક નિર્ણયથી બજારમાં હડકંપ, જાણો નવા નિયમો | Moneycontrol Gujarati
Get App

RBI New Rules: સોના-ચાંદીના વેપારીઓ માટે માઠા સમાચાર! RBIના એક નિર્ણયથી બજારમાં હડકંપ, જાણો નવા નિયમો

RBI New Rules: સોના-ચાંદીની ખરીદી પહેલાં મોટા સમાચાર! RBIએ ગોલ્ડ અને સિલ્વરની આયાત માટે એડવાન્સ પેમેન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે. જાણો 1 ઓક્ટોબરથી લાગુ થતા નવા નિયમો વિશે જેની વેપારીઓ પર મોટી અસર પડશે.

અપડેટેડ 05:31:32 PM Jan 20, 2026 પર
Story continues below Advertisement
RBIએ સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ વેપારીએ એડવાન્સ પેમેન્ટ કર્યું હોય અને નક્કી કરેલા સમયમાં અથવા વધારવામાં આવેલી મુદતમાં માલ (સોનું-ચાંદી) આયાત ન થાય, તો વેપારીએ વિદેશ મોકલેલા પૈસા પાછા ભારત લાવવા પડશે.

RBI New Rules: દેશમાં સોના અને ચાંદીના વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે એક મોટા અને ચિંતાજનક સમાચાર આવ્યા છે. ભારતીય રિઝર્વ બેંક (RBI)એ બુલિયન એટલે કે સોના-ચાંદીની આયાત ને લઈને નિયમો કડક કરી દીધા છે. RBI એ સોનું અને ચાંદી મંગાવવા માટે કરવામાં આવતા 'એડવાન્સ રેમિટન્સ' એટલે કે માલ મળતા પહેલા અગાઉથી પૈસા ચૂકવવા પર રોક લગાવી દીધી છે. આ નિર્ણય બાદ બુલિયન વેપારીઓ અને ઈમ્પોર્ટર્સમાં દોડધામ મચી ગઈ છે.

શા માટે લેવાયો આ નિર્ણય?

નિષ્ણાતોના મતે, RBIનો આ નિર્ણય મની લોન્ડરિંગ અને ફંડના ખોટા ઉપયોગને રોકવા માટે લેવામાં આવ્યો છે. ભારતમાં કાચું તેલ અને સોનું સૌથી વધુ આયાત થતી વસ્તુઓમાં સામેલ છે. અત્યાર સુધી એવું જોવા મળ્યું છે કે, આયાતના નામે વિદેશમાં પૈસા મોકલવામાં આવે છે, પરંતુ ઘણીવાર તે પૈસાના બદલામાં સામાન દેશમાં પાછો આવતો નથી.

નિષ્ણાંતોના જણાવ્યા મુજબ, "જ્યારે એડવાન્સ પેમેન્ટ કર્યા પછી પણ સોનું કે અન્ય ધાતુ નથી આવતી, ત્યારે વિદેશ ગયેલો રૂપિયો શંકાસ્પદ ગતિવિધિઓ સાથે જોડાયેલો હોઈ શકે છે. RBI કદાચ આ રસ્તો બંધ કરવા માગે છે જેથી કાળા નાણાંના વ્યવહારો અટકે."

નવા ફોરેક્સ નિયમો શું કહે છે?


જોકે, RBI એ તેના નવા ફોરેક્સ મેનેજમેન્ટ નિયમોમાં આ પ્રતિબંધ પાછળનું કોઈ સ્પષ્ટ કારણ નથી આપ્યું, પરંતુ તેમનું કહેવું છે કે નવા નિયમોનો હેતુ પ્રક્રિયાને સરળ અને એકસમાન બનાવવાનો છે. આ સાથે જ એક રાહતના સમાચાર પણ છે. RBI એ ઈમ્પોર્ટ-એક્સપોર્ટ માટે 'થર્ડ પાર્ટી પેમેન્ટ' અને રિસીપ્ટની મંજૂરી આપી છે. આનો અર્થ એ છે કે, હવે એક જ વિદેશી ખરીદદાર કે સપ્લાયાર અથવા તેમની ગ્રુપ કંપનીઓ વચ્ચે આયાત-નિકાસની લેવડદેવડ બેંકોની અલગ મંજૂરી વગર થઈ શકશે.

પૈસા પાછા લાવવા ફરજિયાત

RBIએ સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ વેપારીએ એડવાન્સ પેમેન્ટ કર્યું હોય અને નક્કી કરેલા સમયમાં અથવા વધારવામાં આવેલી મુદતમાં માલ (સોનું-ચાંદી) આયાત ન થાય, તો વેપારીએ વિદેશ મોકલેલા પૈસા પાછા ભારત લાવવા પડશે. જો કોઈ વેપારી આમ કરવામાં નિષ્ફળ જાય, તો ભવિષ્યમાં તેને એડવાન્સ પેમેન્ટ માટે કડક શરતોનો સામનો કરવો પડશે. જેમ કે, તેણે ઇન્ટરનેશનલ બેંકની ગેરંટી અથવા ઇન્ડિયન રજિસ્ટર્ડ ડીલરની કાઉન્ટર ગેરંટી આપવી પડી શકે છે.

અન્ય વસ્તુઓની આયાત પર શું અસર?

સોના અને ચાંદી સિવાયની અન્ય વસ્તુઓની વાત કરીએ તો, હવે બેંકોને એડવાન્સ પેમેન્ટની લિમિટ નક્કી કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. જો નક્કી કરેલી લિમિટ કરતા વધારે પેમેન્ટ કરવાનું હોય તો ગેરંટી આપવી ફરજિયાત બની શકે છે. આ તમામ નિયમોના પાલનની જવાબદારી બેંકોની રહેશે.

ક્યારથી લાગુ થશે નિયમો?

RBI ના આ નવા નિયમો 1 ઓક્ટોબર થી લાગુ થશે. મધ્યસ્થ બેંકનું કહેવું છે કે આ ફેરફારો ખાસ કરીને નાના ઈમ્પોર્ટર્સ અને એક્સપોર્ટર્સ માટે 'ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ' (વેપારમાં સરળતા) ને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવ્યા છે. જોકે, બુલિયન માર્કેટ પર તેની સીધી અને મોટી અસર જોવા મળશે તે નક્કી છે.

આ પણ વાંચો-ચીનમાં Appleનો ડંકો! ઘર આંગણે જ Xiaomi અને Huaweiને આપી પછડાટ, iPhone 17એ મચાવી ધૂમ

MoneyControl News

MoneyControl News

First Published: Jan 20, 2026 5:31 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.