Balochistan Blast: પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં એક મસ્જિદ પાસે શુક્રવારે આત્મઘાતી વિસ્ફોટ થયો હતો. આ પ્રચંડ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 34 લોકોના મોત થયા હતા અને 130થી વધુ લોકો ઘાયલ થયા હતા. પયગંબર મોહમ્મદના જન્મદિવસ 'ઈદ-એ-મિલાદ ઉન નબી'ની ઉજવણી માટે મોટી સંખ્યામાં લોકો મસ્જિદની બહાર રેલી માટે એકઠા થયા હતા. ત્યારે આ વિસ્ફોટ થયો હતો. મીડિયા રિપોર્ટ્સથી આ જાણકારી સામે આવી છે.

