Bank Open on Sunday: જો તમને રવિવારે બેન્ક સંબંધિત કોઈ કામ હોય તો તમે બ્રાન્ચમાં જઈ શકો છો. આજે રવિવાર હોવા છતાં દેશભરની બેન્કો ખુલ્લી રહેશે. તમને જણાવી દઈએ કે નાણાકીય વર્ષ 2024ના અંતને કારણે, 31 માર્ચ, રવિવારે દેશભરમાં બેન્કો ખુલશે. નાણાકીય વર્ષ 2025, 1 એપ્રિલથી શરૂ થશે. કેન્દ્રના નિયમો અનુસાર દરેક નાણાકીય વર્ષના અંતિમ દિવસોમાં પણ બેન્કો ખુલ્લી રહે છે. તમને જણાવી દઈએ કે માર્ચ મહિનો વીકએન્ડ પર પૂરો થાય છે, તેથી 30 માર્ચ શનિવારના રોજ પણ બેન્કો ખુલી હતી. જો કે, બેન્કો 31 માર્ચે સરકારી રસીદો અને વ્યવહારો સંભાળશે.