DeepSeek AI: ચીની સ્ટાર્ટઅપ કંપની DeepSeekના પ્રથમ AI મોડેલ R1 એ લોન્ચ થતાંની સાથે જ સમગ્ર વિશ્વમાં હલચલ મચાવી દીધી છે. એડવાન્સ લેન્ગવેજ પર બનેલા આ AI મોડેલે અમેરિકન ટેક કંપનીઓનું ટેન્શન વધારી દીધું છે. જોકે, તેના લોન્ચ સાથે, DeepSeek AIની આસપાસનો વિવાદ પણ વધુ ઘેરો બન્યો છે. આ એપ પર OpenAIના AI મોડેલનું ક્લોનિંગ કરવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે. હવે ચીની સ્ટાર્ટઅપ કંપનીના AI ટૂલ પર ઘણા દેશોમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

