Birth Certificate Single Document: 1 ઓક્ટોબરથી સમગ્ર દેશમાં જન્મ પ્રમાણપત્ર એક જ ડોક્યુમેન્ટ બની જશે. એટલે કે, જો તમારી પાસે બર્થ સર્ટિફિકેટ છે, તો મોટાભાગની જગ્યાએ અન્ય કોઈ ડોક્યુમેન્ટની જરૂર પડશે નહીં. અત્યાર સુધી આધાર કાર્ડને આવો ડોક્યુમેન્ટ માનવામાં આવતો હતો. પરંતુ રાષ્ટ્રપતિ તરફથી 'જન્મ અને મૃત્યુ નોંધણી અધિનિયમ 2023'ને મંજૂરી મળ્યા બાદ જન્મ પ્રમાણપત્ર ખૂબ જ મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ બની ગયું છે. તેના દ્વારા આધાર સહિત અનેક ડોક્યુમેન્ટો બનાવી શકાય છે.

