Apache choppers: અમેરિકન એરોસ્પેસ કંપની બોઇંગના જણાવ્યા પ્રમાણે ભારતીય સેનાને સપ્લાય કરવા માટે અપાચે હેલિકોપ્ટરનું પ્રોડક્શન શરૂ કરી દીધું છે. કંપની કુલ છ AH-64E અપાચે હેલિકોપ્ટર (AH-64E અપાચે ચોપર્સ) ભારતીય સેનાને સોંપશે. AH-64E અપાચે વિશ્વના સૌથી એડવાન્સ મલ્ટી-રોલ કોમ્બેટ હેલિકોપ્ટરમાંથી એક છે. કંપનીએ કહ્યું કે બોઇંગે મેસા, એરિઝોનામાં ભારતીય સેનાને સોંપવામાં આવનાર અપાચે હેલિકોપ્ટરનું પ્રોડક્શન શરૂ કરી દીધું છે.

