Get App

Buy Now Pay Later: ભારતીય મિડલ ક્લાસ ઉધાર પર કેમ જીવી રહ્યો છે? એક્સપર્ટે બતાવી ખતરાની ઘંટી

Middle Class Loan Expense: ભારતીય મિડલ ક્લાસ હવે ઘર કે બિઝનેસ કરતાં વધુ લોન સ્માર્ટફોન, ટીવી અને વેકેશન માટે લઈ રહ્યો છે. CoinSwitchના એક્સપર્ટે આ 'ઉધાર'ની આદત સામે ગંભીર ચેતવણી આપી છે. જાણો RBIના ચોંકાવનારા આંકડા.

MoneyControl Newsઅપડેટેડ Nov 13, 2025 પર 7:11 PM
Buy Now Pay Later: ભારતીય મિડલ ક્લાસ ઉધાર પર કેમ જીવી રહ્યો છે? એક્સપર્ટે બતાવી ખતરાની ઘંટીBuy Now Pay Later: ભારતીય મિડલ ક્લાસ ઉધાર પર કેમ જીવી રહ્યો છે? એક્સપર્ટે બતાવી ખતરાની ઘંટી
ચિંતાની વાત માત્ર લોન લેવા પૂરતી નથી, પરંતુ તે ચૂકવવામાં અસમર્થ લોકોની વધતી સંખ્યા પણ છે.

Buy Now Pay Later: એક સમય હતો જ્યારે ભારતીય મધ્યમ વર્ગ દેવું કે ઉધાર લેતાં પહેલા સો વાર વિચાર કરતો હતો. લોન લેવી એ મોટે ભાગે ઘર બનાવવા કે બિઝનેસ શરૂ કરવા જેવી મોટી અને જરૂરી બાબતો પૂરતું સીમિત હતું. પણ હવે એ ભારત બદલાઈ ગયું છે.

આજની વાસ્તવિકતા એ છે કે દેશમાં વેચાતા અડધાથી વધુ સ્માર્ટફોન EMI પર ખરીદવામાં આવી રહ્યા છે. વાત માત્ર ફોનની નથી, ટીવી, ફ્રિજ, વોશિંગ મશીન અને વિદેશ પ્રવાસ સુદ્ધાં લોન પર થઈ રહ્યા છે. આ બદલાતા ટ્રેન્ડ પર જાણીતા ફાઇનાન્સ એક્સપર્ટ અને CoinSwitchના કો-ફાઉન્ડર આશિષ સિંઘલે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.

એક્સપર્ટે કેમ જણાવી ખતરાની ઘંટી સમાન?

આશિષ સિંઘલે તાજેતરમાં લિંક્ડઇન પર એક પોસ્ટમાં સ્પષ્ટ લખ્યું, 'આપણા માતા-પિતાની પેઢી દેવાથી દૂર ભાગતી હતી, ખાસ કરીને ફોન કે રજાઓ માણવા જેવી વસ્તુઓ માટે. જો પૈસા ન હોય, તો તેઓ એ વસ્તુ ખરીદતા જ નહોતા. પણ હવે એ ભારત રહ્યું નથી.'

તેમની આ ચિંતા પાછળ મજબૂત આંકડાકીય આધાર છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના લેટેસ્ટ ડેટા દર્શાવે છે કે ઇતિહાસમાં પહેલીવાર, લોકોનું કુલ પર્સનલ લોન અને ક્રેડિટ કાર્ડનું દેવું, હોમ લોન કરતાં પણ વધી ગયું છે. આ આંકડો દેશની આર્થિક સ્થિરતા પર સવાલો ઉભા કરે છે.

દેવું કમાણી કરતાં વધુ ઝડપથી વધી રહ્યું છે

ચિંતાની વાત માત્ર લોન લેવા પૂરતી નથી, પરંતુ તે ચૂકવવામાં અસમર્થ લોકોની વધતી સંખ્યા પણ છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો