Canada join USA: અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોના રાજીનામાના થોડા સમય પછી સોમવારે (6 જાન્યુઆરી) કેનેડાને અમેરિકાનો 51મો પ્રાંત બનાવવાના તેમના પ્રસ્તાવને ફરી એકવાર પુનરોચ્ચાર કર્યો. કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ સોમવારે તેમના નેતૃત્વ પ્રત્યે વધતા અસંતોષને ધ્યાનમાં રાખીને પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. આ વર્ષે કેનેડામાં સામાન્ય ચૂંટણી યોજાવાની છે. કેનેડાના વડા પ્રધાને કહ્યું કે જ્યાં સુધી પક્ષ નવા નેતાની પસંદગી નહીં કરે ત્યાં સુધી તેઓ વડા પ્રધાન રહેશે.

