CBSE Result 2023: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ 12મા (ઇન્ટરમીડિયેટ)નું પરિણામ જાહેર કર્યું છે. CBSE દ્વારા શુક્રવારે સવારે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. 12મી પરીક્ષાનું પરિણામ બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ cbse.nic.in, cbseresults.nic.in, cbseresults.gov.in અને cbse.gov.in પર જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય Digilocker, એસએમએસ, મોબાઈલ એપ અને અન્ય વેબસાઈટ દ્વારા પણ પરિણામ જોઈ શકાશે. પરિણામ ચકાસવા માટે વિદ્યાર્થીઓએ રોલ નંબરનો ઉપયોગ કરવાનો રહેશે.

