Get App

Nipah Virus: કેન્દ્ર સરકારે કેરળમાં નિપાહ વાયરસથી 2 મૃત્યુની કરી પુષ્ટિ, નિષ્ણાતોની ટીમ મદદ માટે મોકલવામાં આવી

Nipah Virus: કેરળના વધુ ચાર લોકોના નમૂનાઓ ઘાતક વાયરસના ટેસ્ટિંગ માટે પુણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીમાં મોકલવામાં આવ્યા છે. દરમિયાન, કેરળ સરકારે મંગળવારે કોઝિકોડમાં કંટ્રોલ રૂમની સ્થાપના કરી અને લોકોને સાવચેતીના પગલા તરીકે માસ્કનો ઉપયોગ કરવાની સલાહ આપી. નિપાહ એક ઝૂનોટિક વાયરસ છે, જેનો અર્થ છે કે તે પહેલા પ્રાણીઓમાં ઉદ્ભવ્યો હતો અને પછી મનુષ્યોમાં ફેલાય છે.

MoneyControl Newsઅપડેટેડ Sep 13, 2023 પર 3:34 PM
Nipah Virus: કેન્દ્ર સરકારે કેરળમાં નિપાહ વાયરસથી 2 મૃત્યુની કરી પુષ્ટિ, નિષ્ણાતોની ટીમ મદદ માટે મોકલવામાં આવીNipah Virus: કેન્દ્ર સરકારે કેરળમાં નિપાહ વાયરસથી 2 મૃત્યુની કરી પુષ્ટિ, નિષ્ણાતોની ટીમ મદદ માટે મોકલવામાં આવી
Nipah Virus: કેરળ સરકારે કોઝિકોડમાં કંટ્રોલ રૂમની સ્થાપના કરી

Nipah Virus: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતુ કે કેરળના કોઝિકોડ જિલ્લામાં નિપાહ વાયરસના કારણે બે લોકોના મોત થયા છે. માંડવિયાએ કહ્યું કે નિપાહ વાયરસના ચેપ સાથે વ્યવહાર કરવામાં રાજ્ય સરકારને મદદ કરવા માટે નિષ્ણાતોની એક કેન્દ્રીય ટીમને કેરળ મોકલવામાં આવી છે.

સમાચાર એજન્સી પીટીઆઈએ સત્તાવાર સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે, કેરળના વધુ ચાર લોકોના નમૂનાઓ ઘાતક વાયરસના ટેસ્ટિંગ માટે નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી, પુણેમાં મોકલવામાં આવ્યા છે.

દરમિયાન, કેરળ સરકારે મંગળવારે કોઝિકોડમાં કંટ્રોલ રૂમની સ્થાપના કરી અને લોકોને સાવચેતીના પગલા તરીકે માસ્કનો ઉપયોગ કરવાની સલાહ આપી.

મુખ્યમંત્રી પિનરાઈ વિજયને ફેસબુક પર એક પોસ્ટમાં કહ્યું કે સરકાર બે લોકોના મોતને ગંભીરતાથી લઈ રહી છે અને કોઝિકોડમાં સ્વાસ્થ્ય વિભાગે એલર્ટ જાહેર કર્યું છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો