Get App

China Silver Export Rules: શું હવે ચાંદી પણ બનશે ‘રેર અર્થ’? ચીનની આ એક ચાલથી ભારત સહિત દુનિયાભરમાં ફફડાટ!

China Silver Export Rules: ચીને ચાંદીના એક્સપોર્ટને લઈને લીધો મોટો નિર્ણય! 1 જાન્યુઆરી 2026થી લાગુ થતા આ નિયમ બાદ ચાંદીના ભાવ આસમાને પહોંચી શકે છે. જાણો ભારત અને અમેરિકા પર શું થશે અસર.

MoneyControl Newsઅપડેટેડ Jan 04, 2026 પર 5:02 PM
China Silver Export Rules: શું હવે ચાંદી પણ બનશે ‘રેર અર્થ’? ચીનની આ એક ચાલથી ભારત સહિત દુનિયાભરમાં ફફડાટ!China Silver Export Rules: શું હવે ચાંદી પણ બનશે ‘રેર અર્થ’? ચીનની આ એક ચાલથી ભારત સહિત દુનિયાભરમાં ફફડાટ!
ચીને ચાંદીની નિકાસ માટે ખૂબ જ કડક શરતો રાખી છે. માત્ર અમુક મોટી અને સરકાર માન્ય કંપનીઓને જ એક્સપોર્ટ કરવાની છૂટ મળશે. આ માટે કંપનીઓ પાસે મોટું પ્રોડક્શન અને ક્રેડિટ લાઈન હોવી જરૂરી છે.

China Silver Export Rules: ચીન અવારનવાર પોતાના નિર્ણયોથી આખી દુનિયાને ચોંકાવી દેતું હોય છે. ભૂતકાળમાં રેર અર્થ એલિમેન્ટ્સને લઈને ચીને જે નિર્ણય લીધો હતો, તેનાથી ગ્લોબલ માર્કેટમાં હલચલ મચી ગઈ હતી. હવે ફરી એકવાર ડ્રેગને કંઈક એવી જ ચાલ ચાંદીને લઈને રમી છે. ચીનના આ નવા નિર્ણયને કારણે ભારત સહિત અમેરિકા અને સમગ્ર વિશ્વમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. નિષ્ણાતોનું માનવું છે કે ચીનની આ ચાલને કારણે આવનારા સમયમાં ચાંદીના ભાવમાં જબરદસ્ત ઉછાળો આવી શકે છે.

ચીનનો ચાંદી પર દબદબો

તમને જાણીને નવાઈ લાગશે કે ચીન ચાંદીના ગ્લોબલ સપ્લાયમાં એક મોટો ખેલાડી છે. ભલે ચીન દુનિયાની કુલ ચાંદીમાંથી માત્ર 13 ટકા જેટલું જ માઈનિંગ (ખોદકામ) કરે છે, પરંતુ રિફાઈનિંગ અને પ્રોડક્શનના મામલે તેનો કંટ્રોલ ખુબ મોટો છે. આંકડાઓ મુજબ, ગ્લોબલ સિલ્વર પ્રોસેસિંગનો લગભગ 60થી 70 ટકા હિસ્સો ચીનના હાથમાં છે. એટલે કે દુનિયાની મોટાભાગની ચાંદી ચીન થઈને જ માર્કેટમાં આવે છે.

શું છે ચીનનો નવો નિયમ?

બધા સમાચાર

+ વધુુ વાંચો