crypto market: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિઓએ ગ્લોબલ સ્ટોક માર્કેટમાં હલચલ મચાવી છે અને ક્રિપ્ટો માર્કેટમાં પણ મોટો ઉથલપાથલ લાવ્યો છે. માર્કેટ કેપની દૃષ્ટિએ વિશ્વની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી બિટકોઇન (Bitcoin) તૂટીને 77,000 ડોલરની આસપાસ આવી ગઈ છે. ટ્રમ્પના ક્રિપ્ટો સમર્થક તરીકેના ઉદય બાદ બિટકોઇન નવેમ્બર 2024થી જાન્યુઆરી 2025 દરમિયાન રોકેટની ઝડપે 1 લાખ ડોલરને પાર કરી ગયું હતું, પરંતુ હવે તેમની ટેરિફ નીતિઓએ આ તેજીને ભારે ફટકો માર્યો છે.

