ભારત અને ચીન વચ્ચે રાજદ્વારી વાટાઘાટો બેઇજિંગમાં 'પોઝિટિવ અને રચનાત્મક' વાતાવરણમાં થઈ. વિદેશ મંત્રાલયે આ માહિતી આપી. આપને જણાવી દઈએ કે ભારત-ચીન સરહદી બાબતો પર સલાહ અને સંકલન માટે કાર્યકારી પદ્ધતિ (WMCC)ની 33મી બેઠક ચીનની રાજધાની બેઇજિંગમાં યોજાઈ હતી. ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ સંયુક્ત સચિવ (પૂર્વ એશિયા) ગૌરાંગલાલ દાસે કર્યું હતું અને ચીની પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ચીનના વિદેશ મંત્રાલયના સરહદી અને સમુદ્રી બાબતોના વિભાગના મહાનિર્દેશક હોંગ લિયાંગે કર્યું હતું.

