ભારતની ઓફિશિયલ મુલાકાતે આવેલા યુએસ નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબાર્ડે સોમવારે જણાવ્યું હતું કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વિવિધ દેશો પર લાદવામાં આવી રહેલા ટેરિફ વોરના મુદ્દા પર ભારત અને અમેરિકા વચ્ચે ટોચના નેતૃત્વ લેવલે સીધી વાતચીત થઈ છે. નવી દિલ્હીમાં થિંક ટેન્ક ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના વાર્ષિક રાયસીના ડાયલોગ્સ દરમિયાન બોલતા, તુલસી ગબાર્ડે કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે આર્થિક સંબંધોને મજબૂત બનાવવાની આ એક મોટી અને સારી ઓપર્ચ્યુનિટી છે.