ભારતનો સ્વદેશી ફાઈટર એરક્રાફ્ટ પ્રોગ્રામ ઝડપથી આગળ વધી રહ્યો છે. આ સીરીઝમાં, 4.5 જનરેશન પ્લસ LCA માર્ક 2 ફાઇટર જેટ માર્ચ 2026 સુધીમાં ઉડવાનું શરૂ કરશે. ઉપરાંત, તેમનું મોટા પાયે પ્રોડક્શન વર્ષ 2029 સુધીમાં શરૂ થશે. વધુમાં, ભારતીય પાંચમી જનરેશનના ફાઇટર એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટનું મોટા પાયે પ્રોડક્શન 2035 સુધીમાં શરૂ થશે. સંરક્ષણ અધિકારીઓએ ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા આ જાણકારી આપી. DRDOના અધ્યક્ષ ડૉ. સમીર વી કામત અને ભારતીય વાયુસેનાના વાઇસ ચીફ એર માર્શલ આશુતોષ દીક્ષિતની અધ્યક્ષતામાં થોડા દિવસો પહેલા એક હાઇ લેવલ બેઠક યોજાઈ હતી. આ દરમિયાન સ્વદેશી ફાઈટર એરક્રાફ્ટ પ્રોગ્રામની ટાઇમ લાઇન અંગે ચર્ચા કરવામાં આવી હતી.