પંજાબના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને શિરોમણી અકાલી ચીફ સુખબીર સિંહ બાદલ પર અમૃતસરમાં ગોળીબાર કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ અમૃતસરમાં સુવર્ણ મંદિરના પ્રવેશદ્વાર પર શિરોમણી અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલ પર એક વ્યક્તિએ ગોળીબાર કર્યો હતો. સ્થળ પર હાજર લોકોએ તે વ્યક્તિને કંટ્રોલ કર્યો હતો. આરોપીને પોલીસને હવાલે કરવામાં આવ્યો છે. સુખબીર સિંહ બાદલ ગોળીબારથી બચી ગયા હતા.