મુંબઈના કોસ્ટલ રોડ અને બાંદ્રા વર્લી સી લિંકને જોડતા ઉત્તર બાઉન્ડ કનેક્ટર બ્રિજનું મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. હવે જો તમે દક્ષિણ મુંબઈમાં છો અને ઉત્તર મુંબઈ જવા માંગો છો તો તમે મરીન ડ્રાઈવથી કોસ્ટલ રોડથી બાંદ્રા વર્લી સી લિંકનો ઉપયોગ કરીને સીધા બાંદ્રા પહોંચી શકો છો. આ યાત્રા માત્ર 20 થી 25 મિનિટમાં પૂર્ણ કરી શકાય છે. પહેલા આ મુસાફરીમાં 40-60 મિનિટનો સમય લાગતો હતો.